જસદણમાં પાટીદાર મતદારોની સંખ્યા નોંધપાત્ર છે. કોળી મતદારો સૌથી વધુ છે અને બીજા નંબરે પાટીદાર મતદારો છે. આ સંજોગોમાં પાટીદાર મતદારોની નારાજગી કોંગ્રેસને નડી શકે છે. એવું ના થાય એટલા માટે આ ત્રણેય ધારાસભ્યો ચૂંટણી પતે ત્યાં લગી જસદણમાં ધામા નાંખશે અને પછ બીજા ધારાસભ્યો પણ જોડાશે.
2/4
જસદણમાં પાટીદારોની નારાજગીના કારણે ચૂંટણીમાં નુકસાન ના થાય એટલા માટે કોંગ્રેસના પાટીદાર ધારાસભ્યો ડેમેજ કન્ટ્રોલ કરવા પહોંચ્યા છે. આ ધારાસભ્યોમાં લલિત વસોયા (ધોરાજી) , લલિત કગથરા (ટંકારા) અને જે.વી. કાકડિયા (ધારી)નો સમાવેશ થાય છે.
3/4
કોંગ્રેસ કોળી ઉમેદવાર પસંદ કરવા કે પાટીદારને પસંદ કરવા એ મુદ્દે અટવાયેલી છે ત્યારે જસદણમાં પાટીદારો કોંગ્રેસથી નારાજ હોવાના અહેવાલો છે. તેના પગલે કોંગ્રેસના આગેવાનો દોડતા થઈ ગયા છે. પાટીદારોને મનાવવા કોંગ્રેસ કમર કસી છે અને પોતાના પાટીદાર ધારાસભ્યોને ડેમેજ કંટ્રોલ માટે રવાના કર્યા છે.
4/4
અમદાવાદઃ જસદણ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીની આડે ગણતરીના દિવસો બચ્યા છે ત્યારે ભાજપ-કોંગ્રેસ બંને આ બેઠક જીતવા પૂરી તાકાત લગાવી રહ્યાં છે. જસદણમાં ભાજપના ઉમેદવાર તરીકે કુંવરજી બાવળિયા નક્કી છે. કોંગ્રેસે હજુ પોતાના ઉમેદવારના નામની જાહેરાત કરી નથી.