ઉપરાંત 4,03,265 લોકોએ મા અંબાજીનો પ્રસાદ લીધો હતો. 16,150 ધ્વજારોહણ કરવામાં આવી હતી. 2.50 કરોડ રૂપિયા ભંડારામાં કુલ દાન મળ્યુ હતું. 19,42,757 પ્રસાદ પેકેટ વિતરણ કરવામાં આવ્યા હતા.
2/3
સાત દિવસમાં કુલ 31.34 લાખ યાત્રિકોએ મા અંબાના દર્શન કરી નવલા નોરતામાં પધારવા નિમંત્રણ પાઠવ્યું હતું. તે સિવાય પૂનમ મેળા દરમિયાન વિશ્વભરમાંથી કુલ 1.45 લાખ લોકોએ ઘેરબેઠા વેબસાઇટ પરથી જીવંત પ્રસારણનો લાભ મેળવ્યો હતો. તથા આઠ લાખથી વધુ લોકોએ ફેસબુક, યુટ્યુબ અને વોટ્સએપ મારફતે દર્શનનો લાભ લીધો હતો.
3/3
અમદાવાદઃ અંબાજી ભાદરવી મહાકુંભ કોઇ પણ પ્રકારના વિઘ્ન વિના પૂર્ણ થઇ ગયો છે. મેળામાં અંતિમ દિવસે 2.17 લાખ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા હતા. મેળાના સાત દિવસમાં કુલ 31.34 લાખ યાત્રીકોએ મા અંબાજીના દર્શનનો લાભ લીધો હતો. સાત દિવસમાં અંબાજી મંદિરને 4.77 કરોડ રોકડ દાન મળ્યુ છે.