શોધખોળ કરો
એસટીની ભરતીમાં એક કરતાં વધારે કેટેગરીમાં ફોર્મ ભરનાર ઉમેદવારની મુશ્કેલી વધી, જાણો નીગમે પરીક્ષાને લઈને શું નિર્ણય કર્યો
1/4

ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરી છે જ્યારે તેમને કોલ લેટર પોસ્ટ દ્વારા મોકલવામાં આવી રહ્યા છે. ત્યારે પરીક્ષા વખતે ઉમેદવારોએ માન્ય ફોટો આઈડી પ્રૂફ સાથે રાખવાનું રહેશે. તેની સાથે નિગમ દ્વારા પાછળથી પરીક્ષા વખતે ઉમેદવારો પાસેથી પરીક્ષા ફી વસૂલવામાં આવી રહી છે. જેમાં જનરલ કેટેગરીના ઉમેદવારોએ રોકડા 250 પરીક્ષા ફી પેટે તેમજ 12 રૂપિયા પોસ્ટેજ ચાર્જ મળી 262 રૂપિયા પોસ્ટ ઓફિસમાં જમા કરાવી તેની રિસિપ્ટ પણ સાથે રાખવાની રહેશે. વધુમાં મેરિટ લિસ્ટ જનરલ કેટેગરીમાં, ઓબીસી, એસી અને એસટી કેટલા ટકાએ અટકેલ છે તેની કોઈ માહિતી નથી.
2/4

નિગમના અધિકારીએ જણાવ્યું કે, હાલ ઉમેદવારોના અસલ પ્રમાણપત્રોની ચકાસણી કર્યા વગર ફક્ત ઓનલાઈન અરજીમાં ભરેલી વિગતોના આધારે લેખિત પરીક્ષામાં બોલાવાયા છે. ઉમેદવાર પરીક્ષામાં પાસ થયા બાદ મેરિટમાં આવી જાય અને ત્યારબાદ તેના પ્રમાણપત્રોની ચકાસણી દરમિયાન તેણે ફોર્મમાં ભરેલી કોઈ માહિતી ખોટી જણાય તો તેની પસંદગી રદ કરવામાં આવશે.
3/4

ગુજરાત એસટી નિગમ દ્વારા ક્લાર્ક, સુરક્ષા મદદનીશ, ટ્રાફિક કન્ટ્રોલર, જુનિયર એકાઉન્ટન્ટ, ઇન્સ્પેક્ટર ઓફ એકાઉન્ટ તેમજ સ્ટોર કિપર મળી 13 કેટેગરીની એએમઆર આધારિત હેતુલક્ષી લેખિત પરીક્ષા માટે મેરિટ યાદી તૈયાર કરી 14 નવેમ્બરે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. આ તમામ કેટેગરીમાં પરીક્ષા એક દિવસે નક્કી કરાતા એકથી વધુ કેટેગરીમાં પરીક્ષા આપવા માંગતા ઉમેદવારો મૂંઝાયા છે અને તેઓ બીજી કેટેગરીમાં પરીક્ષા આપી નહીં શકે તો તેમને ગેરહાજર માની તેમનું ફોર્મ રદ માનવામાં આવશે.
4/4

અમદાવાદઃ ગુજરાત એસટી નિગમ દ્વારા જુદી જુદી 15 કેટેગરી માટે જાન્યુઆરી-ફેબ્રુઆરી દરમિયાન ઓનલાઈન જાહેરાત આપવામાં આવી હતી જેના પગલે લાખો ઉમેદવારોએ ઓનલાઈન ફોર્મ ભર્યા હતા જેમાં કેટલાક ઉમેદવારોએ એક કરતા વધુ કેટેગરીમાં ફોર્મ ભર્યા હતા. પરંતુ જે ઉમેવારોએ એક કરતા વધારે કેટેગરીમાં ફોર્મ ભર્યા છે તેના માટે મુશ્કેલી ઉભી થઈ ગઈ છે. કારણ કે સરકારે 15માંથી 13 કેટેગરીમાં માટે હેતુલક્ષી લેખિત પરીક્ષા એક જ દિવસે એટલે કે 14 નવેમ્બર રાખવાનું આયોજન કર્યું છે.
Published at : 04 Nov 2016 10:21 AM (IST)
Tags :
GSRTCView More





















