હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 4-5 જાન્યુઆરીએ જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં ભારે બરફવર્ષા થવાની આગાહી છે અને તેથી તે દરમિયાન દેશમાં ઠંડીનું પ્રમાણ વધી શકે છે. જેના કારણે દિલ્હી, મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને ગુજરાત સહિતના રાજ્યોમાં ગુરુવારથી ત્રણ દિવસ કાતિલ ઠંડી પડવાની સંભાવના છે.
2/3
ભોપાલમાં બુધવારનું તાપમાન 8.8 ડિગ્રી અને પંજાબના ભટિંડામાં 0.7 ડિગ્રી તાપમાન નોંધવામાં આવ્યું છે. એનસીઆરમાં સૌથી ઓછું તાપમાન ગુડગાંવમાં 2.2 ડિગ્રી નોંધવામાં આવ્યું છે.
3/3
નવી દિલ્હી: દિલ્હી-એનસીઆર સહિત ઉત્તર-પશ્ચિમી રાજ્યોમાં ઠંડીની અસર થોડી પણ ઓછી થઈ નથી. બુધવારે સવારે જમ્મુ-કાશ્મીરના પીર પંજાલમાં ભારે બરફ વર્ષા થઈ હતી. મધ્યપ્રદેશ, રાજસ્થાન સહિત ખુલ્લા વિસ્તારોમાં તાપમાન હજી 10 ડિગ્રી કરતાં ઓછું નોંધવામાં આવ્યું છે. આ ઉપરાંત ગુજરાતમાં પણ ઘણી જગ્યાએ 10 ડિગ્રીથી ઓછું તાપમાન જોવા મળ્યું છે.