આ મામલે હાર્દિક પટેલે કહ્યું કે, 15થી 18 ટકા આર્થિક અનામત આપવાની વાતો લોલીપોપ સાબિત ન થવી જોઈએ અને આર્થિક દ્રષ્ટિએ બધા જ સમાજને અનામત આપવાની વાતને સમર્થન મળવું જોઈએ. ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન ફરીથી વેગવંતુ બનાવવા માટે પાટીદાર અનામત આંદોલન સમિતિએ ધમધમાટ શરૂ કર્યો છે.
2/6
3/6
તેણે ઉમેર્યું કે, આ ઉપવાસ દરમિયાન અવ્યવસ્થા ન સર્જાય તેનું ધ્યાન રાખવામાં આવશે અને જ્યાં ઝૂકવુ પડશે ત્યાં ઝૂકીશું. આગામી 25 તારીખથી પાસ કન્વિનર હાર્દિક પટેલ ઉપવાસ આંદોલન શરૂ કરવા જઈ રહ્યો છે ત્યારે હાર્દિક પટેલના નિવાસ સ્થાને બેઠક યોજાઈ તેમાં તાલુકા અને જિલ્લાના કન્વીનર હાજર રહ્યા હતા.
4/6
આ સંદર્ભમાં રવિવારે અમદાવાદમાં પાસ કન્વીનરોની બેઠક મળી હતી, જેમાં 25 ઓગસ્ટના ઉપવાસ આંદોલન અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠક અગાઉ પાટીદાર નેતા હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, 25મી ઓગસ્ટે ઉપવાસ થઈને જ રહેશે અને પોલીસ મંજૂરી નહી આપે તો હાઈકોર્ટના દરવાજા ખટખટાવવામાં આવશે.
5/6
હાર્દિક પટેલ પોતાના નિવેદનમાં જણાવ્યું કે, જો પાટીદારોને આર્થિક ધોરણે પણ અનામત આપવામાં આવશે તો પણ હું આંદોલન બંધ કરી દઈશ. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર આર્થિક રીતે પછાત વર્ગ (ઈબીસી) માટે અનામતની જોગવાઈ કરવા વિચારી રહી છે તેવા અહેવાલ છેલ્લા કેટલાક સમયથી આવી રહ્યા છે.
6/6
અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)નો કન્વીનર હાર્દિક પટેલ પાટીદાર અનામત આંદોલનને ફરી ધમધમતું કરવા માટે 25 ઓગસ્ટથી આમરણાંત ઉપવાસ શરૂ કરવાનો છે. તેના કારણે ઉત્તેજનાનો માહોલ છે ત્યારે હાર્દિક પટેલે જાહેરાત કરી છે કે, સરકાર પાટીદારોને આર્થિક અનામત આપતી હોય તો પણ મને વાંધો નથી.