શોધખોળ કરો
અમરેલી ધોધમાર વરસાદઃ રાજુલામાં છ ઇંચ વરસાદથી પાણી ઘરમાં ઘૂસ્યા, જુઓ તસવીરો

1/12

જૂનાગઢ અને ગીરસોમનાથની વાત કરીએ તો જિલ્લામાં આજ સવારથી જ વરસાદ શરૂ થઈ ગયો છે. વિસાવદરમાં 1 ઇંચ, જ્યારે માંગરોળમાં અડધો ઈંચ વરસાદ પડી ગયો છે. ગીર સોમનાથ જીલ્લામાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે. સવારે 8 વાગ્યેથી વરસાદ સતત વરસી રહ્યો છે. બે ઇંચથી પણ વધુ વરસાદ વરસી ચુક્યો છે.
2/12

3/12

4/12

5/12

6/12

ભારે વરસાદને કારણે સાવરકુંડલાનું પીપરડી ગામ બેટમાં ફેરવાયું છે. ભારે વરસાદને પગલે રાજુલાના વિક્ટર ગામની શાળામાં પાણી ઘૂસ્યા છે. રાજુલાના બરબતાણા ગામમાં પણ પાણી ઘૂસ્યા છે. રાજુલા શહેરમાં ધોધમાર વરસાદ ખાબકતા લોકોના ઘરમાં ઘૂસી ગયા પાણી. અમરેલીના બાબરામાં પણ વરસાદ. ત્રણ કલાકથી તંત્ર દ્વારા પાણીના નિકાલ માટે કોઈ વ્યવસ્થા કરવામાં ન આવતા શહેરીજનો ભારે પરેશાન થઈ ગયા છે. અત્યારે અમરેલીના ખાંભામાં પણ વરસાદ શરૂ થઈ ગયો છે.
7/12

8/12

9/12

અમરેલીઃ આજ સવારથી સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર વરસાદ શરૂ થઈ ગયો છે. અમરેલી જિલ્લાના રાજુલા, જાફરાબાદ, ધારી, લીલીયા, લાઠી, બાબરા અને અમરેલી શહેરમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદને કારણે અમરેલી શહેરની મોટાભાગની શાળાઓમાં રજા આપી દેવાઇ છે. અમરેલીના કેટલાય ગામોમાં એટલો ધોધમાર વરસાદ પડ્યો છે કે, તેને કારણે ઘરમાં પાણી ઘૂસી ગયા છે. રાજુલામાં છ ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે જાફરાબાદમાં ચાર ઇંચ વરસાદ પડ્યો હતો.
10/12

11/12

12/12

Published at : 02 Jul 2016 11:31 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
મનોરંજન
દુનિયા
દેશ
દેશ
Advertisement
