આ સુવિધા ગઈકાલથી શરૂ થતાં જ 54 પ્રવાસીઓએ બુકિંગ કર્યું હતું. સવારના 9.30 કલાકથી બુકિંગ શરૂ થાય છે અને સૂર્યોદયના એક કલાક પહેલાં બંધ કરી દેવામાં આવશે. મહત્વનું છે કે વ્યુઇંગ ગેલેરીમાંથી સરદાર સરોવર નર્મદા ડેમ તેમજ સાતપુડા, વિધ્યાંચલની પહાડીઓનો નજારો જોઈ શકાય છે.
3/4
દિલ્હીની હેરીટેજ એવિએશન કંપની દ્વારા ડેમ વિસ્તારમાં હેલીપેડ પરથી હેલિકોપ્ટરની રાઈડ શરૂ કરવામાં આવી છે. જેમાં પ્રવાસીઓને હેલિકોપ્ટરમાં 10 મીનિટનો એક રાઉન્ડ ફેરવવામાં આવે છે. જેની ટીકિટ 2,900 રૂપિયા છે.
4/4
રાજપીપળા: ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ જોવા આવનાર લોકો માટે વધુ એક સુવિધા કરવામાં આવી છે. હવે પ્રવાસીઓ હેલિકોપ્ટરમાં બેસીને સ્ટેચ્યૂ સાથેનો આકાશી નજારો જોઈ શકાશે. પ્રવાસીઓ ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ વધુ સારી રીતે અને એરિયલ વ્યૂથી જોઈ શકે તે માટે ગુજરાત સરકાર અને પ્રવાસન વિભાગ દ્વારા હેલિકોપ્ટર સેવા શરૂ કરવામાં આવી રહી છે.