એટલું જ નહીં, જે વાહન માલિકો એક કત વાહન ડીલર્સને ત્યાંથી વાહન લઈ ગયા બાદ આરટીઓ કચેરીએ જવાનું પસંદ કરતા નથી. બહારથી ડુપ્લિકેટ્સ નંબર પ્લેટ ફિટ કરાવીને ફરે છે. આથી, હાઈ સિક્યુરિટી રજિસ્ટ્રેશન પ્લેટ-એચએસઆરપી લાગ્યા પછી જ વાહનને રસ્તા ઉપર ઊતારી શકાશે.
2/5
આ સૂચનાઓ મુજબ 1લી જાન્યુઆરી 2017થી વાહન માલિકોને એચએસઆરપી અને આર.સી. બુક એક જગ્યાએથી એટલે કે ડીલરને ત્યાં જ મળી રહેશે. નંબરપ્લેટ ફિટ કરાવ્યાવગર વાહન ડીલર્સ પ્રિમાઈસિસમાંથી બહાર નીકળી શકશે નહીં. તેના માટે ડીલરને ત્યાં જ જરૂરી ઈક્વિપમેન્ટ અને મેનપાવરની વ્યવસ્થા કરવામાં આવશે. આ વ્યવસ્થાને કારણે આર.સી. બુક તૈયાર કરવાનો બેકલોગ ઘટશે.
3/5
ગાંધીનગરઃ આરટીઓ કચેરીલમાં લાઈસન્સથી લઈને વાહન રજિસ્ટ્રેશન, આરસી બુક, નંબરપ્લેટને લઈને ચાલતા રજિસ્ટ્રેશનને લઈને રૂપાણી સરકારે મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આ નિર્ણયને કારણે લોકોને એજન્ટરાજમાંથી મુક્તિ મળશે.
4/5
1લી જાન્યુઆરી 2017થી વાહન રજિસ્ટ્રેશન માટે આરટીઓ કચેરી સુધી લાંબા થવું પડશે નહીં. આવી તમામ સેવાઓ એક જ દિવસમાં આપવા સરકારે વન-ડે સર્વિસના અમલ માટે ટુ અને ફોર વિહિકલ કંપનીઓના 147 શોરૂમ-વર્કશોપને ડિમ્ડ આરટીઓ જાહેર કરી છે. વર્ષ 2017ના આરંભે લાઈસન્સ, રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ, હાઈ સિક્યોરિટી રજિસ્ટ્રેશન નંબરપ્લેટ એક જ દિવસમાં ઉપલબ્ધ થાય તે ઉદ્દેશ્યથી વાહન વ્યવહાર કમિશ્નર કલમ દયાણીએ મંગળવારે પરિપદ્ર દ્વારા સૂચનાઓ બહાર પાડી છે.
5/5
ડીલર્સના શોરૂમ કે વર્કશોપમાં થનારી રોજેરોજની કામગીરી માટે સિનિયર મોટરવાહન નિરીક્ષક કે સહાયકને નોડલ અધિકારી તરીકે દરરોજ સાંજે દિવસભરના કામકાજનો રિપોર્ટ પણ કમિશ્નરને ઈ-મેલથી પહોંચતો કરવામાં આવશે.