શોધખોળ કરો
બિહારીઓ પર હુમલાથી છંછેડાયેલા નીતિશે ગુજરાતના ક્યા ટોચના પ્રધાનને મળવાની ના પાડી દીધી?
1/3

આ પહેલા ઉર્જા મંત્રી સૌરભ પટેલની 16મી ઓક્ટોબરે બિહારમાં નીતિશ પટેલ સાથે મુલાકાત નક્કી થઈ હતી. જોકે ચર્ચા એવી છે કે નીતિશ પટેલે પોતાની નારાજગી દર્શાવવા માટે સૌરભ પટેલને સમય ન આપ્યો. જ્યારે બિહાર સરકારના પ્રોટોકોલ વિભાગ દ્વારા સૌરભ પટેલને એવું કહેવામાં આવ્યું છે કે હાલમાં નવરાત્રી દશેરા અને છઠ્ઠ પૂજા જેવા ધાર્મિક કાર્યક્રમોને કારણે મુખ્યમંત્રી વ્યસ્ત છે. જેના પગલે સૌરભ પટેલે આજની બિહાર યાત્રા મોકૂફ રાખી છે. હવે જો નીતિશ કુમાર સમય આપે તો 20મી પછી મુલાકાત થઈ શકે છે.
2/3

ગુજરાતમાં બિહારનાં અનેક પરિવારો વસવાટ કરે છે. હાલમાં જ યુપી બિહારના લોકો પર હૂમલાઓ શરૂ થયાં હતાં. અન્ય રાજ્યાને એક વ્યક્તિએ બાળકી સાથે દુષ્કર્મ કરતાં પરપ્રાંતિય લોકોને ટાર્ગેટ કરાયા હતા. આ મામલે ભાજપ અને કોંગ્રેસ બન્ને એક બીજા પર આરોપ લગાવી રહ્યા છે. આ મામલે બિહારના મુખ્યમંત્રી નિતિશ કુમારે ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીને ફોન કરી વાતચીત કરી હતી. તેમજ બિહારના લોકોને વધુ સુરક્ષા આપવાની તથા આરોપીઓ વિરૂદ્ધ કડક પગલા ભરવાની માગ કરી હતી.
Published at : 16 Oct 2018 10:17 AM (IST)
View More





















