કાંધલ જાડેજાના ભાઈ કરણ અને કાના જાડેજાએ માર માર્યો હોવાનો પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જેથી પોલીસે કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજા સહિતના લોકો સામે પોલીસે ફરિયાદ નોંધીને કાંધલ જાડેજા સહિત 5 લોકોની અટકાયત કરી હતી અને તમામને રાણાવાવ પોલીસ સ્ટેશન ખાતે લવવામાં આવ્યા છે.
2/4
અગાઉ પણ કાંધલ જાડેજા અનેક વાર ચર્ચાઓમાં આવી ચૂક્યા છે. રાણવાવ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સામત ગોગન પોલીસ સ્ટેશનમાં જઈ માર મારતા સનસનાટી ફેલાઈ ગઈ હતી.
3/4
પોરબંદરના કાંધલ જાડેજા અનેક વાર વિવાદોમાં રહે છે અને હવે આ વખતે કાંધલ જાડેજાએ હોટલમાં તોડફોડ કરીને હોટલના માલિકને જામનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેને પગલે લીલા આડેદરાએ પોલીસ ફરિયાદ નોંધવતા કાંધલ જાડેજાની મુશ્કેલી વધી શકે છે.
4/4
પોરબંદર: કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજા નવા વર્ષની પરોઢે વિવાદમાં સપડાયા હતાં. જેના કારણે તેમની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. હોટેલ કાવેરીના માલિક લીલા ઓડેદરાએ તેમની વિરૂદ્ધ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવતા કમલાબાગ પોલીસે કાંધલ જાડેજા સહિત 10થી વધુ લોકો સામે ફરિયાદ નોંધી છે.