શોધખોળ કરો
પાટીદારોમાં ચર્ચાઃ સરકારને પાટીદારોના પ્રશ્નો ઉકેલવામાં રસ હોય તો ‘પાસ’ સાથે સીધી કેમ મંત્રણા કરતી નથી?
1/6

ભાજપ સરકારના મંત્રી સૌરભ પટેલે પત્રકાર પરિષદ કરી તેના કલાકોમાં તો પાટીદારોની સંસ્થાઓએ બેઠક પણ યોજી દીધી અને પછી તરત જ ભાજપ સરકારના પ્રધાનોને મળી પણ લીધું. પાટીદાર આગેવાનોએ એ જ વાતો કરી કે જે સૌરભ પટેલે કરી હતી તે જોતાં બધું સ્ક્રીપ્ટ પ્રમાણે થઈ રહ્યું હોવાની ચર્ચા પાટીદારોમાં ચાલી રહી છે.
2/6

જો કે આ ઘટનાના પાટીદાર સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. પાટીદારોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે, ભાજપ સરકારને ખરેખર હાર્દિક પટેલના ઉપવાસ સંકેલાય અને પાટીદારોના પ્રશ્નો પણ ઉકેલવામાં રસ હોય તો ‘પાસ’ના પ્રતિનિધીઓને સીધા જ ચર્ચા કરવા કેમ નથી બોલાવતી ? શા માટે બીજા બધાંને પકડે છે?
Published at : 05 Sep 2018 10:23 AM (IST)
View More





















