પાટણ: પાટણના આડિસર ચેક પોસ્ટ પાસે પોલીસ જીપ, ટ્રેલર અને ટ્રક વચ્ચે ત્રિપલ અકસ્માત થતા ચાર લોકોના ઘટના સ્થળેજ મોત નીપજ્યા હતા જ્યારે 30 થી વધુ ગંભીર રીતે ઘાયલ થયા છે. 5 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે મહેસાણા હોસ્પીટલ રીફર કરાવામાં આવ્યા છે. ઈજાગ્રત તમામ ને સાંતલપુર - રાધનપુર રેફરલ હોસ્પીટલ ખાતે લવાયા હતા.
2/2
પ્રાપ્ત જાણકારી પ્રમાણે ભચાઉથી નીકળી તમામ લોકો ભાભર તાલુકા ના સુથાર નેસડી ગામે બેસણામાં જતાં હતા ત્યારે આડિસર ચેક પોસ્ટ નજીક રાત્રે બે વાગ્યા ની આસપાસ આયસર, પોલીસ જીપ અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ઘટના સ્થળે જ 4 લોકના મોત નીપજ્યા હતા. મૃતકો એકજ પરિવારના કચ્છના ભચાઉના રહેવાસી હતા.