એકબીજા પર કરોડોના કૌભાંડનો પણ આક્ષેપ થયો છે, ત્યારે સુરતના પાટીદાર નેતા અને પાસના કન્વીનર નિખિલ સવાણીએ પાસમાંથી રાજીનામું ધરી દેતાં પાટીદારોમાં ખળભળાટ મચી ગયો છે. નિખિલ સવાણીએ વડોદરા, ભરૂચ અને નર્મદા પાસ મિડીયા કન્વીનર પદેથી રાજીનામુ આપ્યું છે. નિખિલ સવાણી સાથે આ અંગે વાત કરતાં નિખિલે આ વાતની પુષ્ટી કરી હતી. નિખિલ સવાણી આજે સવારે 11.00 વાગે પ્રેસ કોન્ફરન્સ કરવાનો છે, જેમાં મોટો ધડાકો કરી શકે છે.
2/5
પત્રમાં હાર્દિનેક ઉલ્લેખીને કહેવામાં આવ્યું હતું કે, જેલમાં હોય તેની આવકનુ સાધન બંધ થઈ જાય અને તારે તો ઉલ્ટુ થયુ, જેલમાં જઈને કરોડપતિ થઈ ગયો વાહ રે હાર્દિક વાહ.. નેતા બનવાની મહત્વકાંક્ષા, સ્વાર્થવૃતિ અને સમાજને હાથો બનાવીને પૈસાવાળો થવાની મહેચ્છાને કારણે જ પાટીદાર સમાજને તોડયો છે. જેના ગંભીર પરીણામો સમાજ ભોગવી રહ્યો છે.
3/5
આ પહેલા કેતન પટેલને પણ અનાતમ આંદોલન સમિતિના કન્વીનર પદેથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. થોડા દિવસો પહેલા હાર્દિક પટેલ ઉપર પાસ કોર કમિટિના કેતન પટેલ અને ચિરાગ પટેલે હાર્દિકને ખુલ્લો પત્ર લખીને એક વર્ષમાં કરોડપતિ થઈ ગયો હોવાનો આરોપ લગાવ્યો હતો.
4/5
આ પહેલા બહુચરાજીથી ઊંઝા સુધીની એકતા યાત્રાને લઈને ડખો થયો હતો. જેની જાહેરાત બાદ પાસમાં વિવાદ સર્જાઈ ગયો હતો. કારણ કે 13 ઓગસ્ટે નીકળનારી યાત્રા અંગે હાર્દિકની સહમતી લેવામાં આવી ન હતી અને આ સમગ્ર યાત્રાનું આયોજન મહેસાણાના પાસ કન્વીર સુરેશ ઠાકરે કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, ઉત્ત્।ર ગુજરાતના કન્વીનરપદે સુરેશ ઠાકરેની નિમણૂક સામે જ હાર્દિક પટેલે પોતાના છેલ્લા વીડિયો મેસેજમાં સંબંધિતોને આડકતરી ચીમકી આપી હતી.
5/5
અમદાવાદઃ પાટીદાર અનામત માટે અસરકારક અનામત આંદોલન ચલાવનાર પાટીદાર સંઘર્ષ સમિતિ (પાસ)માં એક પછી એક લોકો છૂટા પડી રહ્યા છે. આ ભંગાણને કારણે પાટીદાર અનામત આંદોલનને મોટો ફટકો પડી શકે છે. મહેસાણા પાસનો ડખો, કેતલ પટેલ, ચિરાગ પટેલના વિવાદ બાદ હવે પાસ સામે બીજું મોટું સંકટ ઉભું થયું છે. સુરતના પાટીદાર નેતા અને પાસના કન્વીનર નિખિલ સવાણીએ પાસમાંથી રાજીનામું ધરી દેતાં પાટીદારોમાં ખળભળાટ મચી ગયો છે.