શોધખોળ કરો
દ્વારકા મંદિરે PM મોદીએ આરતી ઉતારીને કરી પૂજા, દાનપેટીમાં કર્યું દાન
1/6

દ્વારકા: ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જામનગર એરપોર્ટથી દ્વારકા પહોંચ્યા હતાં. ભગવાન શ્રી દ્વારકાધીશના દર્શન કર્યા અને પાદુકાનું પણ પૂજન કર્યું હતું. જ્યારે શીશ ઝૂકાવીને આરતી ઉતારીને પૂજા કરી હતી. જોકે મહત્વની વાત એ છે કે દાન પેટીમાં નરેન્દ્ર મોદીએ દાન કર્યું હતું. જ્યારે મંદિરની બહાર આવતાં જ મોદીને મળવા માટે લોકો દોડી આવ્યા હતાં જ્યાં મોદી તમામને હાથ મીલાવ્યો હતો. નરેન્દ્ર મોદીએ એક મહિના ત્રણવાર ગુજરાતની મુલાકાત લીધી હતી. નરેન્દ્ર મોદી અનેક વખત દ્વારકાની મુલાકાત લઈ ચુક્યા છે જોકે આજે વડાપ્રધાન બન્યા બાદ પહેલી વખત દ્વારકામાં ભગવાન શ્રી દ્વારકાધીશના દર્શન કરવા પહોંચ્યા.
2/6

સવારે દ્વારકા હેલીપેડ પર ઉતરાણ કર્યું હતું ત્યાર બાદ જગતમંદિરે પહોંચ્યા હતાં જ્યાં દર્શન કર્યા હતાં ત્યાર બાદ કાર્યક્રમના સ્થળે પ્રસ્થાન કરશે. સવારે 11થી 12 દરમિયાન બ્રીજનું ખાતમુર્હત કરી જનમેદનીને સંબોધન કરશે. વડાપ્રધાનના આગમનને પગલે દ્વારકા પોલીસ છાવણીમાં ફેરવાયું છે.
Published at : 07 Oct 2017 10:03 AM (IST)
Tags :
PM Narendra ModiView More























