શોધખોળ કરો

અમદાવાદ: પત્નીના આડા સંબંધોએ હસતો-ખેલતો પરિવાર પીંખી નાખ્યો, પતિએ સુસાઇડ નોટ લખી ગળેફાંસો ખાધો

અમદાવાદના રાણીપ વિસ્તારમાં 42 વર્ષીય યુવકે ઘરમાં જ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું. પત્નીના અન્ય પુરુષો સાથેના સંબંધો અને તેના ભાઈઓની ધમકીઓને કારણે ભર્યું અંતિમ પગલું.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • પત્નીના આડા સંબંધો અને સાસરિયાઓના ત્રાસથી કંટાળી યુવકે કરી આત્મહત્યા.
  • સુસાઇડ નોટ અને વીડિયોમાં પત્ની પર ગંભીર આક્ષેપો કરાયા.
  • સમાધાન બાદ સાસરિયાઓ ધમકી આપી પત્નીને લઈ ગયા.
  • ઘરમાંથી ૨૫ લાખ રોકડા અને દાગીના ગાયબ થયાનો આક્ષેપ.

અમદાવાદના રાણીપ વિસ્તારમાંથી એક અત્યંત ચોંકાવનારી અને હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. પત્નીના આડા સંબંધો અને સાસરિયાઓના ત્રાસથી કંટાળીને 42 વર્ષીય દશરથ દેસાઈ નામના યુવકે પોતાના જ ઘરમાં ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. મૃતકે મરતા પહેલા એક સુસાઇડ નોટ અને વીડિયો બનાવ્યો છે, જેમાં પત્ની પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. મૃતકના ભાઈની ફરિયાદના આધારે રાણીપ પોલીસે પત્ની અને તેના પરિવારજનો સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણા આપવાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

કોલ ડીટેલ્સમાં ખુલ્યા પત્નીના ભોપાળા

મળતી માહિતી મુજબ, ગોતા વિસ્તારમાં રહેતા દેવશીભાઈ દેસાઈએ પોતાના ભાઈ દશરથના મોત અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. દશરથના લગ્ન લગભગ 15 વર્ષ પહેલા ભગવતી નામની મહિલા સાથે થયા હતા અને તેમને સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે. આ પરિવાર રાણીપની સુંદરવન સોસાયટીમાં રહેતો હતો. ફરિયાદમાં જણાવ્યા મુજબ, દશરથને પોતાની પત્નીના અન્ય પુરુષો સાથેના આડા સંબંધો વિશે જાણ થઈ ગઈ હતી. પત્નીની કોલ ડીટેલ્સ કઢાવતા તે ઘણા લોકોના સંપર્કમાં હોવાનું ખૂલ્યું હતું. આ બાબતે પતિ-પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા અને પત્ની રિસાઈને પિયર જતી રહી હતી.

સમાધાન છતાં સાસરિયાઓએ આપી ધમકી

દશરથ પોતાના બંને બાળકોના ભવિષ્ય માટે બધું જ સહન કરવા તૈયાર હતો. આથી અઠવાડિયા પહેલા જ પરિવાર અને સમાજના આગેવાનોની હાજરીમાં સમાધાન કરાવવામાં આવ્યું હતું અને પત્ની ફરીથી ઘરે રહેવા આવી હતી. પરંતુ, આ શાંતિ લાંબો સમય ટકી નહીં. 21 માર્ચના રોજ પત્નીના ભાઈઓ અચાનક ઘરે આવી ગયા. તેમણે દશરથ પર ખોટા આક્ષેપો લગાવ્યા, તેને ધમકીઓ આપી અને પોતાની બહેનને ફરીથી સાથે લઈ ગયા. સાસરિયાઓએ એવી પણ ધમકી આપી હતી કે તેઓ દશરથ વિરુદ્ધ ખોટા કેસ કરી દેશે.

માનસિક આઘાતમાં ભર્યું અંતિમ પગલું

આ ઘટના પછી દશરથ ભારે માનસિક તણાવ અને આઘાતમાં સરી પડ્યો હતો. ઘટનાની રાત્રે તે સવારે 5 વાગ્યા સુધી જાગતો રહ્યો અને પછી બાળકો સાથે સૂઈ ગયો હતો. ત્યારબાદ તેણે પરિવારજનોને ફોન પર કહ્યું હતું કે તે પત્નીને પાછી લાવવા જઈ રહ્યો છે. પરંતુ, 22 માર્ચની સવારે જ્યારે પરિવારે તપાસ કરી તો ઘર અંદરથી બંધ હતું. પાછળના દરવાજેથી અંદર જઈને જોયું તો દશરથ મૃત હાલતમાં લટકતો હતો.

25 લાખ રોકડા અને દાગીના ગાયબ હોવાનો આક્ષેપ

મૃતકના ભાઈ દેવશીભાઈએ એવો પણ ગંભીર આરોપ લગાવ્યો છે કે ઘરમાંથી લગભગ 25 લાખ રૂપિયા રોકડા ગુમ છે, જે તેમની પત્ની લઈ ગઈ હોવાની પૂરેપૂરી શંકા છે. આ ઉપરાંત, ઘરના અને સંબંધીઓના દાગીના પણ તે પોતાની સાથે લઈ ગઈ છે. પોલીસને ઘટનાસ્થળેથી જે સુસાઇડ નોટ મળી છે, તેમાં પત્ની સામેના આક્ષેપો, આર્થિક નુકસાન અને ઘરેલુ કંકાસનો ઉલ્લેખ છે, સાથે જ બાળકો માટે લાગણીસભર શબ્દો પણ લખાયેલા છે. આ ચિઠ્ઠીમાં કોઈ "મહેશ દેસાઈ" નામના વ્યક્તિનો ખાસ ઉલ્લેખ કરાયો છે. મૃતકે આત્મહત્યા કરતા પહેલા પોતાના મોબાઈલમાં એક વીડિયો પણ બનાવ્યો હતો, જેને રાણીપ પોલીસે કબ્જે કરી વધુ તપાસ માટે FSL (ફોરેન્સિક લેબ) માં મોકલી આપ્યો છે.

Frequently Asked Questions

દશરથ દેસાઈએ શા માટે આત્મહત્યા કરી?

પત્નીના આડા સંબંધો અને સાસરિયાઓના ત્રાસથી કંટાળીને 42 વર્ષીય દશરથ દેસાઈએ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી.

દશરથ દેસાઈની આત્મહત્યા પાછળ કોણ જવાબદાર છે?

મૃતકના ભાઈની ફરિયાદના આધારે પોલીસે પત્ની અને તેના પરિવારજનો સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણા આપવાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દશરથ દેસાઈની પત્નીના આડા સંબંધો વિશે કઈ રીતે જાણ થઈ?

પત્નીની કોલ ડીટેલ્સ કઢાવતા તે ઘણા લોકોના સંપર્કમાં હોવાનું ખૂલ્યું હતું, જેના પરથી પતિને જાણ થઈ હતી.

શું દશરથ અને તેની પત્ની વચ્ચે સમાધાન થયું હતું?

હા, પરિવાર અને સમાજના આગેવાનોની હાજરીમાં સમાધાન થયું હતું અને પત્ની ઘરે રહેવા આવી હતી, પરંતુ તે લાંબો સમય ટક્યું નહીં.

શું દશરથની પત્ની ઘરેથી કંઈ લઈ ગઈ હતી?

મૃતકના ભાઈએ આરોપ લગાવ્યો છે કે ઘરમાંથી લગભગ 25 લાખ રૂપિયા રોકડા અને દાગીના ગુમ છે, જે પત્ની લઈ ગઈ હોવાની શંકા છે.

ટોપ સ્ટોરી

વડોદરાની હોટેલ વિન્ટેજ ઈનમાં યુવકનું શંકાસ્પદ મોત: ડેટિંગ એપથી મિત્રતા, રાત્રે 3 વાગ્યે એન્ટ્રી અને પછી...
વડોદરાની હોટેલ વિન્ટેજ ઈનમાં યુવકનું શંકાસ્પદ મોત: ડેટિંગ એપથી મિત્રતા, રાત્રે 3 વાગ્યે એન્ટ્રી અને પછી...
નવસારીના ચીખલીમાં ચકચાર: માતાને બચાવવા પડેલા પુત્રની પિતાએ છરીના ઘા ઝીંકી કરી ઘાતકી હત્યા
નવસારીના ચીખલીમાં ચકચાર: માતાને બચાવવા પડેલા પુત્રની પિતાએ છરીના ઘા ઝીંકી કરી ઘાતકી હત્યા
પોતાના PPF એકાઉન્ટમાંથી પિતાએ રૂપિયા ઉપાડી લેતા દીકરીએ કર્યો કેસ, જાણો દિલ્હી હાઈકોર્ટે શું આપ્યો ચુકાદો?
પોતાના PPF એકાઉન્ટમાંથી પિતાએ રૂપિયા ઉપાડી લેતા દીકરીએ કર્યો કેસ, જાણો દિલ્હી હાઈકોર્ટે શું આપ્યો ચુકાદો?
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Embed widget