તો આ તરફ ડાંગ જિલ્લામાં બપોર બાદ વરસાદ શરૂ થયો હતો. સાપુતારા સહિત અને વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો છે. જેના પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે.
2/5
પૂર્વ વિસ્તાર એવા નરોડા, બાપુનગર, નિકોલમાં વરસાદ પડ્યો હતો, ભારે ઉકળાટ બાદ લોકોને ગરમીથી રાહત મળી છે.
3/5
ઉત્તર ગુજરાતની વાત કરીએ તો અમદાવાદમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો અને ભારે પવન ફૂકાયો હતો.
4/5
સુરતના કતારગામ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડતા લોકોને ગરમીથી રાહત મળી છે. ઉપરાંત મોટાભાગના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદી ઝાપટુ પડ્યુ હતુ. બીજી તરફ સુરતના નાનપુરા અને અઠવા વિસ્તારમાં પણ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
5/5
અમદાવાદ: વાતાવરણમાં ગરમીની સાથે ભેજ વધતાં બુધવારે અમદાવાદ સહિત રાજ્યનાં કેટલાંક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યાં બાદ કેટલાંક વિસ્તારોમાં પવન સાથે વરસાદી ઝાપટાં તો કેટલાંક વિસ્તારમાં કરા પડ્યા હતા. જ્યારે રખિયાલ, બાપુનગર અને કૃષ્ણનગરમાં 46 વૃક્ષ ધરાશાયી થયા હતા. જ્યારે રાજ્યનાં 12 શહેરમાં ગરમીનો પારો 37 ડિગ્રીથી વધુ નોંધાયો હતો, લોકોએ દિવસ દરમિયાન ભારે બફારા અને ગરમીનો અનુભવ કર્યો હતો.