રાજપીપળા નગરપાલિકાનાં ચીફ ઓફિસર હેમેન્દ્ર શાહના જણાવ્યા અનુસાર, ‘અમને એચડીએફસી બેન્ક સાથે ભાગીદારી કરતાં આનંદ થાય છે. અમે ડિજીટલ પેમેન્ટ સોલ્યુશન્સ દ્વારા ટેક્સ કલેકશન કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. અમને વિશ્વાસ છે કે આ પગલાંથી નાગરિકોને ઘરઆંગણે ટેક્સ ચુકવણું કરવામાં સરળતા રહેશે.’
2/3
રાજપીપળા: દેશ અને રાજ્યમાં ડિજિટલ બેન્કિંગનો વ્યાપ વધી રહ્યો છે. નાના શહેરો પણ આ દિશામાં આગળ આવે તે માટે એચડીએફસી બેન્કે રાજપીપળા નગરપાલિકા સાથે શહેરનાં નાગરિકો માટે ઓનલાઈન પેમેન્ટ ગેટવેની સ્થાપના કરી છે. રાજપીપળાનાં નિવાસીઓ ગમે તે સ્થળેથી તેમના ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ કે નેટબેન્કીંગ સુવિધા મારફતે પ્રોપર્ટી ટેક્સની ચુકવણી ઝડપી અને સુગમતાથી કરી શકશે.
3/3
એચડીએફસી બેન્કના ગુજરાત ઝોનલ હેડ પર્લ સાબાવાલાએ જણાવ્યું કે, ‘એચડીએફસી બેન્કમાં અમે આ ભાગીદાર તરીકે પસંદગી પામતા આનંદ અનુભવીએ છીએ. રાજપીપળા નગરપાલિકાનું પ્રોપર્ટી ટેક્સ અંગેની પેમેન્ટ મિકેનિઝમમાં આ ક્રાંતિકારી પગલું છે. અમે અમારી વૈવિધ્યપૂર્ણ ડિજીટલ ઓફરિંગ્સ સાથે ઝડપી, વ્યસ્તતાપૂર્ણ જીવન વચ્ચે સુગમતાપૂર્ણ જરૂરિયાતો સાથે બેન્કીંગ કરવા પ્રતિબધ્ધ છીએ.’