અલ્પેશ ઠાકોર બંધ થાય તેમ નથી તેમ કહીને તેમના વિરોધીઓ પર તીખી પ્રતિક્રિયા આપી હતી.
2/6
જોકે આ પ્રસંગે રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે સમૂહલગ્નના દિવસે એક નવું રણશિંગું ફૂંક્યું હતું. અલ્પેશ ઠાકોરે સરકાર પાસે ઠાકોર સમાજના વિકાસ માટે 10 હજાર કરોડનું એક વિશેષ પેકેજની માંગણી કરી હતી. એટલું જ નહીં 1મેનાં દિવસે એક નવું આંદોલન કરવાની જાહેરાત પણ કરી હતી.
3/6
પાટણના ધારસભ્ય કિરીટ પટેલ, બનાસકાંઠાના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર, જગદીશ ઠાકોર, રાધનપુરના ધારાસભ્ય અપ્લેશ ઠાકોર તેમજ ઠાકોર સમાજના સંત સદારામ બાપુ સહિતના મહેમાનો નવદંપતીઓને આશીર્વાદ આપવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ઠાકોર સમાજના લોકો પણ ઉમટી પડ્યાં હતાં.
4/6
આ આંદોલન પ્રજા લક્ષી હશે તેવું અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું. આ ઉપરાંત બનાસકાંઠામાં તેમના વિરુદ્ધ કરાયેલી બે ફરિયાદો વિશે જણાવ્યું હતું કે, અલ્પેશ ઠાકોર સંયમતાથી રહે છે.
5/6
પાટણ: પાટણના સુજનીપુર ખાતે ઉત્તર ગુજરાતનો સૌથી મોટો ઠાકોર સમાજનો 12મો સમૂહ લગ્નોત્સવ ઉજવાયો હતો. જેમાં 142 નવદંપતીઓએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા. આ સમુહલગ્નના દાતા સિદ્ધપુર કોંગ્રેસના ધારાસભ્ય ચંદનજી ઠાકોર હતા અને પોતે કરોડપતિ ઉદ્યોગપતિ હોવા છતાં પણ તેમના એકના એક દીકરાને સમુહલગ્નમાં સાદગીથી લગ્ન કરાવીને એક નવી પહેલ કરી હતી.
6/6
પરંતુ જે લોકો ગરીબોને ડરાવવાનું કામ કરે છે તેવા લોકો પર અલ્પેશ ઠાકોને ગુસ્સો આવે છે. અલ્પેશ ઠાકોરને જેલમાં નાખવો હોય તો નાખી દો.