કમલેશે માંકડ મારવાની દવા પીધી હોવાનું બહાર આવ્યું હતું. ફરીયાદીના વકીલના જણાવ્યા પ્રમાણે કોર્ટમાં પતિ-પત્નિ વચ્ચે સમાધાનની પ્રકિયા ચાલી રહી હતી જે દરમિયાન પતિ કમલેશે ઝેરી દવા ગટગટાવી હતી.
2/6
પતિએ ભરેલા પગલાંથી ચાલુ કોર્ટમાં તેમજ ન્યાયાલયમાં સન્નાટો છવાઈ ગયો હતો અને દોડધામ મચી ગઈ હતી. સારવાર માટે તાત્કાલીક 108 બોલાવી કમલેશને ભરૂચ સીવીલ હોસ્પીટલ ખસેડાયો હતો જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેની હાલત સુધારા પર હોવાની માહિતી સીવીલ વર્તુળમાંથી સાંપડી રહી છે.
3/6
ભરણપોષણનો આ કેસ ભરૂચ ન્યાયાલયમાં ૫૨ નંબરની કોર્ટમાં ન્યાયાધીશ એમ.એમ.અગ્રવાલની કોર્ટમાં ચાલી રહ્યો હતો. આ દરમિયાન ગુરૂવારે જજે સમાધાનની પ્રોસેસમાં પત્નિને પરત લઈ જવા માટે પતિને કહેતા કમલેશે પોતાની પત્નીને પરત ન લઈ જવી પડે અને ભરણપોષણ પણ ન ચુકવવું પડે તે માટે ચાલુ કોર્ટના કઠેરામાં જ્જની નજર સમક્ષ જ પોતાના ખિસ્સામાંથી ઝેરી દવાની બોટલ કાઢી ગટગટાવી લઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેના કારણે સમગ્ર કોર્ટમાં દોડધામ મચી ગઈ હતી.
4/6
છેલ્લા બે વર્ષથી હીરાઘસુ પતિ કમલેશ નીતાબેનને પિયરથી સાસરે તેડી ન જતાં આખરે પત્નિએ ન્યાય માટે ભરૂચની કોર્ટમાં 498 મુજબનો ભરણપોષણનો કેસ દાખલ કર્યો હતો. જે અંગે પતિને જાણ કરવામાં આવી હતી.
5/6
શહેરના ભીડભંજન ખાડી વિસ્તારમાં રહેતા નીતાબેન રતિલાલ મિસ્ત્રીના લગ્ન સુરત વ્રજભૂમી એપાર્ટમેન્ટ, ગીતાનગર ખાતે રહેતા કમલેશ ગોપાલભાઈ ગોંડલીયા સાથે થયા હતા. લગ્નના થોડાક વર્ષો બંન્નેનો ઘરસંસાર સારી રીતે ચાલ્યો હતો, જોકે ત્યાર બાદ સાસરિયાઓએ શારિરીક અને માનસિક ત્રાસ આપવાનું શરૂ કરતાં નીતાબેન કંટાળી ગયા હતા જેના કારણે નીતાબેન ભરૂચ પોતાના પિયરમાં આવી ગયા હતાં.
6/6
ભરૂચ: ભરૂચ કોર્ટમાં પત્નિને ભરણપોષણન ચુકવવુ પડે કે પરત ન લઈ જવી પડે તે માટે પતિએ સમાધાન સમયે કોર્ટના કઠેરામાં જ ઉભા રહીને જ્જની સામે જ ઝેરી દવા ગટગટાવતાં કોર્ટમાં જ દોડધામ મચી ગઈ હતી. તાત્કાલીક 108 બોલાવી જવાબદારીમાંથી છટકવા ઝેરના પારખા કરનાર સુરતમાં રહેતા પતિને સારવાર અર્થે ભરૂચ સીવીલ હોસ્પીટલમાં ખસેડાયો હતો.