શોધખોળ કરો
ડાંગઃ સ્કૂલેથી ઘરે જતી વિદ્યાર્થિનીને જંગલમાં ખેંચી જઈ બે યુવકોએ ગુજાર્યો બળાત્કાર
1/3

અહીં બંનેએ તેના પર વારાફરતી બળાત્કાર ગુજાર્યો હતો. આ પછી આ અંગે કોઈને વાત કરશે તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ પછી બંને નરાધમો ત્યાંથી નાસી છૂટ્યા હતા. સગીરાએ ઘરે આવી માતાને વાત કરતાં ગઈ કાલે કિશોરીની માતાએ સાપુતારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં પોલીસે સગીરાનું નિવેદન લઈ બંને આરોપીઓની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
2/3

આ અંગેની વિગતો એવી છે કે, ગત 11મી સપ્ટેમ્બરે સાંજે ચાર વાગ્યે સગીરા ચાલીને પોતાના ઘરે જઈ રહી હતી, ત્યારે મહેન્દ્ર પવાર અને શૈલેષ પવારે સગીરાને આંતરી હતી અને તેનું મોઢું દબાવી અપહરણ કર્યું હતું અને તેને જંગલમાં ળઈ ગયા હતા.
Published at : 14 Sep 2018 09:41 AM (IST)
View More





















