હાલ પરિવારની ફરિયાદના આધારે અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો છે. એસપી નિરજ બડગુજરે જણાવ્યું હતું કે, 13 સેકન્ડ વીડિયોના આધારે પોલીસ તપાસ કરી રહી છે.
5/8
ઘટના પછી ગાડીચાલક નાસી છૂટ્યો હતો. 13 સેકન્ડનો વીડિયો જોઈ પોલીસ પણ માની રહી છે કે શક્ય છે કે કોઈ પહેલાંથી જ આ વીડિયો ઉતારી રહ્યો હોય અથવા યુવકની પાછળ કોઈ દોડી રહ્યો હોય.
6/8
આ ઉતાવળમાં યુવકે જોયા વગર જ હાઈવે ક્રોસ કરતાં સામેથી ફાસ્ત આવી રહેલ ઈનોવા કારની અડફેટે આવી ગયો. જેના કારણે તે હવામાં ફંગોળાઈ ગયો હતો.
7/8
ગાડીની સ્પીડના કારણે યુવક હવામાં ઉછળીને નીચે ઢસડતાં 13 સેકન્ડમાં ઘટના સ્થળે તેનું મોત નીપજ્યું હતું. યુવક નજીકની ફેક્ટરીમાં કામ કરતો પારપડા ગામનો રાજુભાઈ હરજીભાઈ ઠાકોર હોવાનું બહાર આવ્યું હતું.
8/8
પાલનપુર: બનાસકાંઠાના પાલનપુર નજીક દેવપુરા પાટિયા પાસે શનિવારે બપોરે થયેલા અકસ્માતના વાયરલ થયેલા વીડિયોએ સમગ્ર શહેરમાં ચકચાર મચાવી દીધી છે. 13 સેકન્ડનો વીડિયો જોતાં એવું લાગે છે કે એક યુવકની પાછળ બીજા યુવકો દોડી રહ્યા હોય અને આ યુવક ચીસો પાડતાં-પાડતાં તેનાથી બચવા ભાગી રહ્યો છે.