એટલું જ નહીં, 5 કિલોથી વધારે સોનું અને છ કિલોના આભૂષણ પણ મળી આવ્યા છે. ઉપરાંત લક્ઝરી સ્પોર્ટ્સ કરા પણ ઘરની તપાસ દરમિનયા મળી. હાલમાં કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર છે.
3/4
નામ ન આપવાની શરત પર એક ઉચ્ચ ઇનકમ ટેક્સ અધિકારીએ જણાવ્યું કે, આ મામલાને લઈને તપાસ ચાલી રહી છે કે આ બન્ને અધિકારીઓની પાસે આટલી મોટી સંખ્યામાં રોકડ આવી કેવી રીતે.
4/4
બેંગલુરુઃ ઇનકમ ટેક્સ વિભાગે ગુરુવારે બે લોકોના પરિસરમાં રેડ પાડી હતી. રેડમાં 6 કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે જેમાથી મોટાભાગની નવી નોટ છે. ઉલ્લેખનીય છે કે, હજુ સરકારે સિસ્ટમમાં નવી નોટ જારી કર્યાને 2 સપ્તાહ જ થયા છે ત્યાં આટલી મોટી સંખ્યામાં નવી નોટ મળી આવે તે અનેક સવાલ ઉભા કરે છે. જે બે વ્યક્તિના પરિસરમાં રેડ પાડવામાં આવી છે તે બન્ને બ્યૂરોક્રેટ્સ છે.