ટીએસ સિંહદેવના સમર્થકોએ પાર્ટીને ધમકી આપી છે કે જો તેમને મુખ્યમંત્રી નહીં બનાવવામાં આવે તો છત્તીસગઢમાં કૉંગ્રેસ એક પણ લોકસભા સીટ નહીં જીતે. જ્યારે બીજી બાજું રાયપુરમાં ભૂપેશ બઘેલના સમર્થકોએ પણ બઘેલને મુખ્યમંત્રી બનાવવાની નારેબાજી કરી.
2/3
નવી દિલ્હી: છત્તીસગઢમાં ચૂંટણીના પરીણામ આવ્યાને પાંચ દિવસ થઇ ગયા છે અને અહીં કૉંગ્રેસને પૂર્ણ બહુમત મળી છે છતાં પણ રાજ્યને હજું સુધી મુખ્યમંત્રી નથી મળ્યો. કહેવામાં આવી રહ્યું છે કે આજે આ સસ્પેન્સ પર બ્રેક લાગી શકે છે. છત્તીસગઢમાં કૉંગ્રેસ ધારાસભ્યની બેઠક બાદ નામની જાહેરાત કરી શકે છે. સૂત્રો અનુસાર મુખ્યમંત્રીની રેસમાં ભૂપેશ બઘેલ સૌથી આગળ છે.
3/3
શનિવારે દિલ્હીમાં કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ છત્તીસગઢના મુખ્યમંત્રી પદના ચારેય દાવેદારો સાથે મુલાકાત કરી હતી. ભૂપેશ બઘેલ બાદ આ રેસમાં ટીએસ સિંહ દેવ પણ છે. ટીએસ સિંહ દેવ અને ભૂપેશ બઘેલને સીએમ બનાવવા માટે કાલે રાયપુરમાં બન્નેના સમર્થકોએ પ્રદર્શન પણ કર્યું હતું. તેની વચ્ચે 12 ધારાસભ્યએ ટીએએસ સિંહ દેવના ઘેર બેઠક પણ કરી હતી.