જ્યારે મોદી સરકારના કાર્યકાળ 16 મે 2014થી 10 સેપ્ટેમ્બર 2018 વચ્ચે ક્રૂડ ઓઈલની કિંમતમાં 34 ટકાનો ઘટાડો થયો છે. અને 107 ડોલર પ્રતિ બેરલથી ઘટીને ભાવ 71 ડોલર પ્રતિ બેરલ થઇ ગયો છે. તેમ છતાં પેટ્રોલનાં ભાવમાં વધારો થયો છે અને તે 71 રૂપિયાથી વધીને 80 રૂપિયાને પાર પહોંચી ગયો છે.
2/3
ભાજપે પોતાના સત્તાવાર ટ્વિટમાં 16 મે 2004થી 10 સપ્ટેમ્બર 2018 સુધીનાં સમયમાં કેટલા પ્રમાણમાં ભાવ વધ્યા છે તે દર્શાવ્યું હતું જેનાં પર કોંગ્રેસે તેમને આડે હાથ લીધા છે અને કોંગ્રેસ દ્વારા પણ એક ઇન્ફો ગ્રાફિક શેર કરવામાં આવ્યું છે જેમાં તેમણે મોદી સરકારની ટ્વિટને ટ્રોલ કરી છે. અને કોંગ્રેસે તેમની ટ્વિટમાં ઉલ્લેખ કર્યો છે કે, 16 મે 2009થી લઇને 16 મે 2014 વચ્ચે પેટ્રોલનો ભાવ 40.62 રૂપિયાથી વધીને 71.41 રૂપિયા થયો તે સમયે ક્રૂડ ઓઈલની કિંમતમાં 84 ટકાનો વધારો થયો હતો.
3/3
નવી દિલ્હીઃ પેટ્રોલ ડીઝલની કિંમતોને લઈને કોંગ્રેસ અને ભાજપમાં રસ્તાથી લઈને સોશિયલ મીડિયા પર જંગ ચાલી રહી છે. કોંગ્રેસ દ્વારા બોલાવવામાં આવેલ ભારત બંધને લઈને ભાજપના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી એક ઇન્ફોગ્રાફિક્સ ચાર્ટના માધ્યમથી પેટ્રોલ ડીઝલની કિંમતમાં વધારાના આંકડા આપવામાં આવ્યા તો કોંગ્રેસે તેનો જવાબ ભાજપના જ આંકડામાં ક્રૂડ ઓઈલની કિંમતને જોડતા આપ્યો.