નવી દિલ્લી: આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 147મી જન્મજયંતિ છે. આ નિમિત્તે રાજઘાટ પર પીએમ મોદીએ પુષ્પ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી હતી. પીએમ ઉપરાંત રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, ઉપ રાષ્ટ્રપતિ હામિદ અંસારી અને અન્ય નેતાઓએ ગાંધીજીને શ્રદ્ઘાજંલી અર્પિત કરી હતી.