રાહુલ ગાંધીએ લખ્યું કે, આવી સરકાર પર શરમ આવે છે કે જે દેશની મહિલાઓને અસુરક્ષિત અને ડરમાં જીવવા માટે છોડી દે છે. અને બળાત્કારીઓ ખુલ્લેઆમ ફરી રહ્યા છે. રેવાડી મામલે કૉંગ્રેસ પાર્ટી સતત હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરને ઘેરી રહી છે. તેને લઈને પ્રદર્શન પણ કરવામાં આવ્યું.
2/3
રાહુલ ગાંધીએ મંગળવારે ટ્વિટ કરી લખ્યું કે દેશમાં એકવાર ફરી દિકરીઓ સાથે ગેંગરેપની ઘટનાઓ સામે આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આ મુદ્દા પર મૌન રહેવું અસ્વીકાર્ય છે.
3/3
નવી દિલ્હી: કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી હાલમાં આંધ્ર પ્રદેશની મુલાકાતે છે. અહીં તેમણે કુરનુલમાં બાળકો સાથે મુલાકાત કરી અને પાર્ટી કાર્યકર્તાઓ સાથે પણ વાત કરી. સાથે હરિયાણાના રેવાડી અને કેટલાક સ્થળે પર થયેલા ગેંગરેપની ઘટનાને લઇને ચિંતા વ્યક્ત કરી છે. તેમણે આ મુદ્દે વડાપ્રધાન મોદી પર નિશાન સાધતા કહ્યું કે દેશનું માથું શરમથી ઝુકાવી દે તેવી આ ઘટનાઓ પર વડાપ્રધાનનું મૌન અસ્વીકાર્ય છે.