(Source: ECI/ABP News/ABP Majha)
Summer skinCare tips :ચહેરા પર સનબર્ન થઇ ગયું છે તો ભૂલથી પણ ન કરો આ કામ, સ્કિન વધુ થશે ડેમેજ
Summer skinCare tips :મોટા ભાગના લોકો ઉનાળામાં બહાર જાય છે ત્યારે સનબર્ન થાય છે, જો કે સનબર્નથી ડેમેજ સ્કિનને રિપેર કરવાને બદલે તેને વધુ નુકસાન થાય તેવા આ કામ કરે છે. જો આપ પણ આ ભૂલ કરતા હો તો ચેતી જાવ, જાણીએ સનબર્ન બાદ શું કરવું અને શું ન કરવું જોઇએ.
Summer skinCare tips :મોટા ભાગના લોકો ઉનાળામાં બહાર જાય છે ત્યારે સનબર્ન થાય છે, પરંતુ કેટલાક કામ કરતા નથી જ્યારે સનબર્નથી બચવું જોઈએ. નહિંતર તમને સમસ્યા થઈ શકે છે.
ઉનાળાની ઋતુ આવતા જ લોકોને સનબર્નની સમસ્યાનો સામનો કરવો પડે છે. જો તમે લાંબા સમય સુધી સૂર્યપ્રકાશના સંપર્કમાં રહો છો, તો સનબર્નની સમસ્યા થાય છે. આ સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણોને કારણે સ્કિન કાળી થઇ જાય છે. સનબર્ન બાદ કેટલીક ભૂલો ન કરવી જોઇએ નહિ તો સ્કિનને વધુ નુકસાન થાય છે.
એલોવેરા જેલ લગાવો
એલોવેરાનો ઉપયોગ તમારી ત્વચાને ઠંડક અને લાલાશ ઘટાડવામાં મદદ કરી શકે છે, પરંતુ બજારમાં ઉપલબ્ધ મોટાભાગના એલોવેરા જેલમાં બેન્ઝોકેઈન અથવા લિડોકેઈન જેવા કૃત્રિમ ઘટકો હોય છે. આ પ્રકારના એલોવેરા જેલનો ઉપયોગ કરવાથી ત્વચામાં બળતરા થાય છે અને ખંજવાળ આવે છે, તેથી બજારમાં મળતા એલોવેરા જેલનો ઉપયોગ ન કરતાં ડાયરેક્ટ છોડના પાન તોડી તેનું નેચરલ જેલ જ ઉપયોગ કરો.
કોફી ન પીવો
ઘણીવાર લોકોને તડકામાંથી આવ્યા પછી માથાનો દુખાવો થાય છે, જેના પગલે તે કોફીનું સેવન કરે છે. આ ભૂલ સ્થિતિને વધુ ખરાબ કરી શકે છે, કારણ કે સનબર્નથી રાહત મેળવવા માટે હાઇડ્રેટેડ રહેવું મહત્વપૂર્ણ છે. પરંતુ કોફી પીવાથી તમને ડીહાઇડ્રેટ થઈ શકે છે કારણ કે કોફી પીધા પછી તમારે વધુ વખત ટોયલેટ જવું પડે છે, તેથી કોફી ન પીવી અને વધુ પાણીનું સેવન કરવું વધુ જોઇએ
મેકઅપ ન કરો
સનબર્ન બાદ સ્કિન કાળી થઇ જતાં લોકોને તેને મેકઅપથી કવર કરવાનો પ્રયાસ કરે છે પરંતુ તે કોઈ ઉકેલ નથી, તે તમારી ત્વચાને વધુ ડેમેજ કરી શકે છે જ્યારે તમે ત્વચા પર મેકઅપ કરો છો ત્યારે તમારી ત્વચા શ્વાસ લઈ શકતી નથી, સાથે જ મેકઅપ લગાવવા માટે બ્રશનો ઉપયોગ કરવાથી સ્કિન નીકળી શકે છે. જેનાથી સ્કિન વધુ ડેમેજ થતાં બળતરા થાય છે.
કપડા ટાઇટ પહેરો
ઉનાળામાં ચુસ્ત ચુસ્ત કપડાં પહેરવાનું ટાળવું જોઈએ, ચુસ્ત કપડાં પહેરવાથી ત્વચા શ્વાસ નથી લઇ શકતી. જેના કારણે તે ઝડપથી સ્વસ્થ થઈ શકતી નથી, આવી સ્થિતિમાં ઉતમ છે કે, આપ થોડા ઢીલા અને સુતરાઉ કપડાંનાં આઉટફિટ પસંદ કરો.