શોધખોળ કરો
Advertisement
Health Tips: એલોવેરાનો વધુ ઉપયોગ સ્વાસ્થ્યને પહોંચાડી શકે છે નુકસાન. જાણો કેવી રીતે
એલોવેરાનો મર્યાદિત ઉપયોગ ખૂબ જ ફાયદાકારક છે. પરંતુ જરૂરી કરતાં વધારે તેનો ઉપયોગ કરવો જોખમી હોઈ શકે છે.
હેલ્થ:એલોવેરા તેના ઘણા ફાયદા માટે જાણીતું છે, જો તમે તેમાં લીંબુ અને મધ મિક્સ કરો તો તે વજન ઘટાડવા માટે વધુ અસરકારક પીણું બને છે. એલોવેરા સુંદરતા માટે પણ ખૂબ અસરકારક માનવામાં આવે છે.
એલોવેરાનો મર્યાદિત ઉપયોગ ખૂબ જ ફાયદાકારક છે. પરંતુ જરૂરી કરતાં વધારે તેનો ઉપયોગ કરવો જોખમી હોઈ શકે છે. જો તમે એલોવેરાનું વધારે પ્રમાણમાં સેવન કરો છો તો પેટની સમસ્યા થઈ શકે છે. તેનો ઉપયોગ મર્યાદિત માત્રામાં થવો જોઈએ.
એલોવેરા ત્વચા માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. જો કે, ત્વચા પર એલોવેરાનો વધારે ઉપયોગ કરવાથી ત્વચાની સમસ્યા પણ થઈ શકે છે. એલોવેરાને વધુ ચહેરા પર લગાવવાથી ચહેરા પર ફોલ્લીઓ થાય છે. સ્કિન ડ્રાય થઇ જાય છે.
ડાયાબિટીસના દર્દીઓ માટે એલોવેરાનું જ્યુસ પીવું હિતાવહ નથી. ડોક્ટરની સલાહ વિના તેનું સેવન ન કરવું જોઇએ,
એલોવેરાના વધુ પડતા ઉપયોગને લીધે તમારે લીવરને પણ નુકસાન પહોંચી શકે છે. જો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો એલોવેર અદભૂત ગુણોથી ભરપૂર છે. સ્કિનના ડાઘ, આંખની નીચેના બ્લેક સર્કલ પર એલોવેરાનો રસ લગાવાથી અદભૂત પરિણામ મળે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ગુજરાત
Advertisement