MONSOON DIET TIPS:ચોમાસામાં આ કારણે આ ફૂડને ડાયટમાં કરો અવશ્ય સામેલ
ચોમાસામાં તળેલી સ્પાઇસી ચીજો ખાવાની ખૂબ જ ઇચ્છા થાય છે. આ સ્થિતિમાં વજન વધી જાય છે.
MONSOON DIET TIPS:ચોમાસામાં તળેલી સ્પાઇસી ચીજો ખાવાની ખૂબ જ ઇચ્છા થાય છે. આ સ્થિતિમાં વજન વધી જાય છે. ચોમાસાની સિઝનમાં મોટાબિલિઝમ પણ સ્લો થઇ જાય છે. આ સ્થિતિમાં જો આપ વજન ઓછું કરવા માંગતા હો તો ડાયટમાં મહત્વના 5 ફેરફાર કરવાની જરૂર છે.
જો આપને ખાવામાં ક્રેવિંગ વધુ થતું હોય તો આપ નાના-નાના મીલ પ્લાન કરવા જોઇએ. જેથી આપની ક્રેવિંગ પણ ખતમ થઇ જશે અને વજન પણ નિયંત્રિત રહેશે. ચોમાસામાં પાચનતંત્ર મંદ પડી જાય છે જેથી હળવો અને સુપાચ્ય ખોરોક જ લેવો જોઇએ.
ચોમાસાની સિઝનમાં ગરમી અને તરસ બંને ઓછી લાગે છે. જો કે આપે પાણી ભરપૂર માત્રામાં પીવું જોઇએ. વધુ પાણી પીવાથી ટોક્સિન બહાર નીકળી જાય છે. પાણી પીવાથી ભૂખ ઓછી લાગે છે અને શરીર પણ હાઇડ્રેઇટ રહે છે.
મોનસૂનમાં ઠંડી વસ્તુ ન લેવી જોઇએ. સૂપ પીવું જોઇએ. વેજિટેબલ સૂપ બેસ્ટ ઓપ્શન છે. તેનાથી દરેક પોષક તત્વ પણ મળી રહે છે અને વજન પણ નથી વધતું. વેજિટેબલ સૂપમાં વધુ મસાલા ન ઉમેરતાં વધુ હેલ્ઘી વેજિટેબલ ઉમેરવા જોઇએ.
વજન ઉતારવા માટે અને હેલ્ધી રહેવા માટે એન્ટી ઓક્સિડન્ટ ફૂડને ડાયટમાં સામેલ કરો. તેનાથી ઇમ્યૂનિટી વધવાની સાથે ઇન્ફેકશનથી બચાવે છે. મોનસૂનમાં આપ જાંબુ, ચીકું, એપલ, નાસપતિ, લીચી જેવા ફળો લઇ શકો છો.
મોનસૂનની સિઝનમાં ઘરની બાલ્કનીમાં ઉભા-ઉભા ચાય પીવાની ઓર મજા આવે છે. તો આ સિઝનમાં આદુવાળી ચાય પીવો. આદુ સ્વાસ્થ્ય માટે હિતકારી હોવાની સાથે વજન ઉતારવામાં પણ કારગર છે. ચામાં ખાંડનો ઉપયોગ શકય તેટલો ઓછો કરવો જોઇએ. જો દિવસ એકથી વધુ વખત ચાય પીવાની આદત હોય તો એક કપ ચાયમાં અડધી ચમચી ખાંડનો ઉપયોગ કરવો જોઇએ.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )