(Source: ECI/ABP News/ABP Majha)
Summer skin Care tips :સનબર્ન મટાડવા માટેના આ છે અકસીર ઘરગથ્થુ ઉપચાર, અજમાવી જુઓ
Summer skin Care tips :હાલ ગરમીની સિઝન શરૂ થઇ ગઇ છે. બળબળતા તાપમાં બહાર જતાં સનબર્ન થઇ જવું સ્વાભાવિક છે. જો આપ પણ સનબર્નની સમસ્યાથી પરેશાન હો તો આ ઘરેલુ સરળ ઉપાય કરીને સનબર્નથી છુટકારો મેળવો.
Summer skin Care tips :હાલ ગરમીની સિઝન શરૂ થઇ ગઇ છે. બળબળતા તાપમાં બહાર જતાં સનબર્ન થઇ જવું સ્વાભાવિક છે. જો આપ પણ સનબર્નની સમસ્યાથી પરેશાન હો તો આ ઘરેલુ સરળ ઉપાય કરીને સનબર્નથી છુટકારો મેળવો.
કાકડી લગાવો
કાકડી આપણા શરીરને ઠંડક આપે છે તેમજ કાકડીમાં એન્ટી-ઓક્સીડેન્ટ હોય છે જે ત્વચા માટે પણ હિતકારી છે. તેનું સીધું સેવન કરવાથી તે તમારા શરીરને અંદરથી ઠંડક પહોંચે છે, સાથે જ કાકડીની કટીંગ સ્લાઈસ પણ ત્વચા પર લગાવી શકાય છે. આ સિવાય તમે કાકડીને ક્રશ કરીને પણ પણ ક્રિમની જેમ સ્કિન પર લગાવી શકો છો.
દહીં લગાવો
સનબર્નથી રાહત મેળવવા માટે ત્વચા પર દહીં લગાવવું ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. કારણ કે દહીંમાં ઉચ્ચ pH લેવલ હોય છે, જેનાથી સનબર્નથી રાહત મળે છે.
બરફ લગાવો
બરફ ત્વચાને નુકસાન પહોંચાડ્યા વિના બળતરા અને દુખાવો ઘટાડવામાં મદદ કરે છે, પરંતુ બરફ સીધો ત્વચા પર ન લગાવો, તેના બદલે આઈસ પેકને કપડાંમાં લપેટીને લગાવો. જેનાથી પણ સનબર્નથી રાહત મળે છે. સ્કિન ટાઇટ થાય છે. સનબર્નની સમસ્યામાં ઠંડા પાણીથી ફેસવોસ કરો,
હાઇડ્રેટેડ રહો
જ્યારે તમે તાપમાં ફરો છો ત્યારે શરીરમાં પરસેવો થાય છે. જે સ્કિનને ડ્રાય કરી દે છે. શરીરમાં પાણીની અછતને કારણે ત્વચામાં બળતરા અને સોજો પણ આવી શકે છે. આવી સ્થિતિમાં, જરૂરી છે કે તમે પૂરતું પાણી, છાશ, ફ્રૂટ જ્યૂસ પીતા રહો, જે સનબર્નથી રિકવર કરવામાં મદદ કરશે.
ગરમીમાં કેળાને આ રીતે ખાવ, થશે ફાયદો
- ગરમીમાં કેળાને આ રીતે ખાવ, થશે ફાયદો
- માત્ર કેળાનું સેવન એક મીલ સમાન છે
- કેળા દરેક સિઝનમાં આવતું એક ફળ છે
- કેળાના સેવનના અગણિત ફાયદા છે
- જો યોગ્ય રીતે કેળાનું સેવન કરીએ તો વજન વધતું નથી
- જો જમવાનું ચૂકાઇ જાય તો 2 કેળાથી ભૂખ સંતોષી શકાય છે
- કેળાં એક્સરસાઇઝ કરતા પહેલા કે બાદ ખાઇ શકાય છે.
- કેળાને દૂધની સાથે ઓટસ પેનકેક મિક્સ કરીને પણ ખાઇ શકાય છે
- બનાના મિલ્ક શેક બનાવીને પણ આપી પી શકો છો