શોધખોળ કરો

માતાનું દૂધ વેચવાને લઇને FSSAIની ચેતવણી! પ્રોસેસિંગ અને વેચાણ કરવું ગુનો છે

ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) એ હ્યુમન મિલ્કને લઇને એક મોટો નિર્દેશ જાહેર કર્યો છે

ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) એ હ્યુમન મિલ્કને લઇને એક મોટો નિર્દેશ જાહેર કર્યો છે. FSSAI એ માતાના દૂધના પ્રોસેસિંગ અને વેચાણને ખોટું ગણાવ્યું છે અને તેનું કમર્શિયલાઇઝેશને પણ ખોટું ગણાવ્યું છે. તેનો ઉપયોગ ફક્ત નવજાત અથવા આરોગ્ય સુવિધાઓમાં શિશુઓને આપવા માટે જ માન્ય છે. FSSAI એટલે કે ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ પણ આ અંગે એડવાઈઝરી જાહેર કરી છે.

ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) એ FSS એક્ટ, 2006 હેઠળ માના દૂધના પ્રોસેસિંગ અને વેચાણને મંજૂરી આપવાનો ઇનકાર કર્યો છે. ખાદ્ય નિયમનકારે એવી પણ સલાહ આપી છે કે માતાના દૂધ અને તેના ઉત્પાદનોના વેપારીકરણને લગતી તમામ પ્રવૃત્તિઓ બંધ કરી દેવી જોઈએ. FSSAI, 24 મેના રોજ જાહેર કરાયેલ તેની એડવાઈઝરીમાં જણાવ્યું હતું કે માતાનું દૂધ અને તેના ઉત્પાદનોના વેપારીકરણ માટે ઘણી સોસાયટીઓ તરફથી વિનંતીઓ પ્રાપ્ત થઈ હતી.

માનવ દૂધના વેચાણ અંગે કોઈ નિયમો નથી

એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે FSSAI એ FSS એક્ટ, 2006 અને તેના હેઠળ બનેલા નિયમો હેઠળ માતાના દૂધનું પ્રોસેસિંગ અને વેચાણ માટે પરવાનગી આપી નથી. તેથી, એવી સલાહ આપવામાં આવે છે કે માતાનું દૂધ અને તેના ઉત્પાદનોના વેપારીકરણને લગતી તમામ પ્રવૃત્તિઓ તાત્કાલિક બંધ કરી દેવી જોઈએ. જો કોઈ આ કરે છે તો તેને FBS એક્ટ, 2006 અને તેના હેઠળ બનાવેલા નિયમોનું ઉલ્લંઘન ગણવામાં આવશે. ત્યારે તેની સામે કાર્યવાહી થઈ શકે છે.

FSSAIએ કહ્યું કે કેટલીક કંપનીઓ ડેરી ઉત્પાદનોની આડમાં હ્યુમન મિલ્કનો વેપાર કરી રહી છે. માતાના દૂધનું દાન કરી શકાય છે, તેના બદલામાં કોઈ પૈસા કે લાભ લઈ શકાય નહીં. ડોનર હ્યુમન મિલ્કનું વેચાણ કરી શકે નહી અને કમર્શિયલ યુઝ પણ કરી શકાતું નથી. જો બાળક અને માતા સ્તનપાન માટે સ્વસ્થ હોય તો આ ફરજ નિભાવવી જ પડે.

તમને માતાનું દૂધ વેચવાનું લાયસન્સ નહીં મળે

FSSAIએ કહ્યું કે તે સિવાય રાજ્ય અને કેન્દ્રીય લાયસન્સિંગ સત્તાવાળાઓએ સુનિશ્ચિત કરવું જોઈએ કે 'માતાના દૂધની પ્રક્રિયા અથવા વેચાણ સાથે સંકળાયેલા આવા FBOsને કોઈ લાયસન્સ આપવામાં ન આવે.

ઉલ્લંઘન બદલ 5 લાખ રૂપિયાનો દંડ

FSSAIએ જણાવ્યું કે તાજેતરના વર્ષોમાં કેટલીક કંપનીઓ આ પ્રકારના દૂધનું વેચાણ અને પ્રોસેસિંગ કરી રહી છે. કેટલીક કંપનીઓ ડેરી ઉત્પાદનોને ટાંકીને FSSAI પાસેથી લાયસન્સ મેળવવામાં સફળ રહી હતી. હવે બ્રેસ્ટ ફીડિંગ પ્રમોશન નેટવર્ક ઓફ ઈન્ડિયાએ સરકારને વિનંતી કરી છે કે આવી કંપનીઓ સામે પગલાં લેવામાં આવે. ઉલ્લંઘન કરનારને 5 વર્ષ સુધીની જેલ અને 5 લાખ રૂપિયા સુધીના દંડની સજા થઈ શકે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય

IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય

Pushpa 2: 'પુષ્પા 2' એ બીજા મંગળવારે પણ કર્યો કમાલ, 950 કરોડને પાર પહોંચી, હવે તુટશે 'બાહુબલી 2'નો આ રેકોર્ડ

1000GB ડેટા સાથે મળી રહ્યું છે ફ્રી OTT સબ્સક્રિપ્શન, આ કંપનીના પ્લાનની મચી ધૂમ
1000GB ડેટા સાથે મળી રહ્યું છે ફ્રી OTT સબ્સક્રિપ્શન, આ કંપનીના પ્લાનની મચી ધૂમ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot: વન નેશન વન ઈલેક્શન બિલને લઈને લોકસભામાં શું થઈ કાર્યવાહી?, જુઓ વિપક્ષનું રિએક્શનDwarka: તાંત્રિક વિધીના નામે સીગરાનું અપહરણ કરનારા ઝડપાયા, બન્ને નરાધમોની ધરપકડHun To Bolish : હું તો બોલીશ : જમીનના જીવલેણ ઝઘડા !Hun To Bolish : હું તો બોલીશ : દર્દીઓને ચીરવાનો અને સરકારને ચૂનો લગાડવાનો પર્દાફાશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય
Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય
IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય
IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય
Pushpa 2: 'પુષ્પા 2' એ બીજા મંગળવારે પણ કર્યો કમાલ, 950 કરોડને પાર પહોંચી, હવે તુટશે 'બાહુબલી 2'નો આ રેકોર્ડ
Pushpa 2: 'પુષ્પા 2' એ બીજા મંગળવારે પણ કર્યો કમાલ, 950 કરોડને પાર પહોંચી, હવે તુટશે 'બાહુબલી 2'નો આ રેકોર્ડ
1000GB ડેટા સાથે મળી રહ્યું છે ફ્રી OTT સબ્સક્રિપ્શન, આ કંપનીના પ્લાનની મચી ધૂમ
1000GB ડેટા સાથે મળી રહ્યું છે ફ્રી OTT સબ્સક્રિપ્શન, આ કંપનીના પ્લાનની મચી ધૂમ
'રૉન્ગ સાઇડ વાહન ચલાવતા લોકો પર થશે સીધી FIR', ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમ અંગે મંત્રીએ ટ્વીટ કરીને કરી ટકોર

Russia cancer Vaccine: રશિયાએ આખરે બનાવી લીધી કેન્સરની વેક્સિન, કેન્સરના દર્દી માટે મફતમાં આપવાની જાહેરાત

Launched: લૉન્ચ થયો Poco નો સસ્તો પણ ધાંસૂ સ્માર્ટફોન, જાણો ફિચર્સ અને કિંમત

Ahmedabad News: ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં મોટો ખુલાસો, PMJAY કાર્ડ બનાવતી કંપની સાથે સાંઠગાંઠનો પર્દાફાશ

Embed widget