(Source: ECI/ABP News/ABP Majha)
Sleep Ruining Habits: ટાઇમપાસના ચક્કરમાં ઊંઘ ખરાબ કરે છે આ આદતો, સમયસર નહી સુધર્યાં તો થઈ શકે છે અનેક સમસ્યાઓ
સ્વસ્થ રહેવા માટે સારી ઊંઘ જરૂરી છે. જો તમારી ઊંઘ પૂરી નથી થતી અથવા તો કોઈ પણ રીતે ખલેલ પહોંચે છે તો બીજા દિવસે તમને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
Sleep Ruining Habits: સ્વસ્થ રહેવા માટે આહાર અને કસરતની સાથે સારી ઊંઘ પણ જરૂરી છે. જો તમને પૂરતી ઊંઘ ન મળે તો તમને ઘણી સમસ્યાઓ થઈ શકે છે. જેમ કે થાક લાગવો, બેધ્યાન રહેવું, ચીડિયાપણું, માથાનો દુખાવો વગેરે સમસ્યાઓ થઈ શકે છે. દરેક ઉંમર પ્રમાણે ઊંઘના કલાકો પણ અલગ-અલગ હોય છે. ઘણા સંશોધનો દર્શાવે છે કે ઉંમર સાથે ઊંઘની ગુણવત્તા ઘટતી જાય છે.
કોરોના પીરિયડ પછી ઘણા યુવાનો પણ ઊંઘ ન આવવાની સમસ્યાથી ઝઝૂમી રહ્યા છે. તેનું એક મોટું કારણ તણાવ છે. ઊંઘમાં ખલેલ આપણી આસપાસના વાતાવરણ અને આપણી કેટલીક આદતોને કારણે થાય છે. દોડધામથી ભરેલી આ જીંદગીમાં તમે જોયું જ હશે કે ઘણા લોકો મોડી રાત સુધી જાગતા હોય છે. જેના કારણે ઊંઘ આવવાની શક્યતા ઓછી થઈ જાય છે. સંશોધન સૂચવે છે કે 10થી 11 વાગ્યાની વચ્ચે સૂવું એ હૃદયના સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ સમય છે
સૂતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ
જ્યારે તમે સૂતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ કરો છો. ત્યારે તેમાંથી નીકળતો વાદળી પ્રકાશ સર્કેડિયન રિધમને ડિસ્ટર્બ કરે છે અને પછી ઊંઘ જલ્દી આવતી નથી. આ વાદળી પ્રકાશ શરીરના મેલાટોનિનના ઉત્પાદનને ઘટાડી શકે છે, હોર્મોન જે તમારી ઊંઘ અને જાગવાના ચક્રને નિયંત્રિત કરે છે. મેલાટોનિનનો અભાવ ચીડિયાપણું, દિવસે ઊંઘ આવવી વગેરેનું કારણ બની શકે છે.
સૂતા પહેલા વધુ ખોરાક લેવો
જમ્યા પછી તરત જ ક્યારેય સૂવું ન જોઈએ. ખાવા અને સૂવાની વચ્ચે એકથી દોઢ કલાકનું અંતર રાખવાનો પ્રયાસ કરો. જો તમે ખોરાક ખાધા પછી તરત જ સૂઈ જાઓ છો. તો આપણું શરીર ખોરાકને પચાવવામાં અંદરથી સક્રિય હોય છે. જેના કારણે લગાતાર પડખા બદલતા રહેવું પડે છે જેથી તમારી ઊંઘ ડિસ્ટર્બ થાય છે
કેફીનનો આડેધડ વપરાશ
કોફીનું સેવન ફાયદાકારક છે. તે 24 કલાક શરીરમાં એનર્જી જાળવી રાખે છે. પરંતુ, જો તે વધુ પ્રમાણમાં પીવામાં આવે છે, તો તે ઊંઘની ગુણવત્તા અથવા અનિદ્રાનું કારણ બની શકે છે.
સૂર્યપ્રકાશ પ્રત્યે અણગમો
જ્યારે તમે તમારી જાતને સૂર્યપ્રકાશથી વંચિત કરો છો. ત્યારે મેલાનિનનો વપરાશ જે શરીરમાં મેલાટોનિન બનાવે છે તે ઘટી જાય છે. જો મેલાટોનિન ઓછું હોય તો ઊંઘમાં તકલીફ થાય છે.
ટેન્શન
વધારે પડતો તણાવ ઊંઘને ખરાબ કરે છે. ઊંઘ પૂરી ના થવાના લીધે તે આપણા શરીરની સ્ટ્રેસ રિસ્પોન્સ સિસ્ટમને ટ્રિગર કરે છે. સ્ટ્રેસ હોર્મોન કોર્ટિસોલમાં વધારોથાય છે, જે ઊંઘમાં વધુ ખલેલ પહોંચાડે છે.
ઘણીવાર લોકો આ આદતોને હળવાશથી લે છે, પરંતુ જો તમને આ આદતો લાંબા સમય સુધી હોય તો ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )