![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Weight Loss: આ 5 ફળોમાં હાઇ કેલેરી હોવાથી, ડાયટિંગ કરનારે કરવા જોઇએ અવોઇડ
કેટલાક ફળો એવા છે જે વજન ઘટાડવાની પ્રક્રિયાને ધીમી કરી દે છે. તો વેઇટ લોસ કરવા ઇચ્છતા લોકોએ અવોઇડ કરવા જોઇએ.
![Weight Loss: આ 5 ફળોમાં હાઇ કેલેરી હોવાથી, ડાયટિંગ કરનારે કરવા જોઇએ અવોઇડ Avoid 5 fruits because its high calories fruits Weight Loss: આ 5 ફળોમાં હાઇ કેલેરી હોવાથી, ડાયટિંગ કરનારે કરવા જોઇએ અવોઇડ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/26/a47d7fc4772f07e2bc2a473aac9d2251_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Weight Loss: જો આપ વજન ઓછું કરવા ઇચ્છતા હો તો આપે ફળોને ડાયટમાં અવશ્ય સામેલ કરવા જોઇએ.જો કે કેટલાક એવા પણ ફળો છે, જે વજન ઉતારવાના બદલે વધારે છે. આ બધા જ ફળો હેલ્થી છે પરંતુ વજન ઘટાડવાની પ્રક્રિયાને ધીમી કરી દે છે.
કેરીને ફળનો રાજા કહેવાય છે. જેનો સ્વાદ સૌ કોઇને પસંદ હોય છે પરંતુ જો આપ વજન ઉતારવા માંગતા હો તો કેરીનું સેવન ન કરવું જોઇએ. કેરીમાં ભરપૂર માત્રામાં કેલેરી હોય છે, જે વેઇટ લોસના પ્લાનમાં અવરોધ ઉભા કરે છે.પાઇનેપલ ખૂબ જ મીઠું ફળ છે અને તેમાં ભરપૂર માત્રામાં કેલેરી હોય છે. વજન ઉતારવા માંગતો હો તો અનાસને અવોઇડ કરવું જોઇએ.
વજન ઘટાડવા ઇચ્છતાં હો તો હાઇ કેલેરીવાળા ફળો ન ખાવા જોઇએ. અવોકેડોમાં પણ હાઇકેલેરી હોય છે. તે હેલ્ધી ફેટનો સારો સોર્સ છે. તેથી સિમિત માત્રામાં જ તેનું સેવન કરવું જોઇએ.
અંગૂર શુગર અને ફેટથી ભરપૂર છે. 100 ગ્રામ અંગુરમાં 67 કેલેરી અને 16 ગ્રામ શુગર હોય છે. આ કારણે અંગુર ખાવાથી વજન ઘટવાના બદલે વધે છે. શુગર અને ફેટથી ભરપૂર ફળોને ડાયટમાંથી દૂર કરવા જોઇએ.
કેળા સુપર હેલ્ધી ફ્રૂટ છે પરંતુ જો આપ વધુ માત્રામાં કેળા લેશો તો વજન ઘટાડવાનો પ્લાન ચૌપટ થઇ જશે. કેળામાં ભરપૂર કેલેરી અને શુગર હોય છે. એક કેળામાં 150 કેલેરી હોય છે. આ સ્થિતિમાં આપ 2-3 કેળાં ખાવ છો તો વજન વધવાની શકયતા વધી જાય છે.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)