Health Benefits Of Kiwi: રોજ એક કિવિનું કરો સેવન, આ બીમારીમાં છે ઔષધ સમાન, થાય છે અદભૂત ફાયદા
Health Benefits Of Kiwi: દરરોજ 1 કીવી ખાવાથી શરીરને ઘણા ફાયદા થાય છે. શિયાળામાં રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવાની સાથે તે સૌદર્યવર્ધક પણ છે.
Health Benefits Of Kiwi: દરરોજ 1 કીવી ખાવાથી શરીરને ઘણા ફાયદા થાય છે. શિયાળામાં રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવાની સાથે તે સૌદર્યવર્ધક પણ છે.
વિટામિન સીનો પ્રાકૃતિક સ્ત્રોત
આજે અમે આપને કીવીના ફાયદા જણાવી રહ્યા છીએ. આ એક એવું ફળ છે. જે આખા વર્ષ દરમિયાન મળે છે. તમે કોઈપણ સિઝનમાં કીવી ખાઈ શકો છો. કીવી ખાવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે, જેથી રોગો સામે લડવાની ક્ષમતા વધે છે. કોરોનાથી બચવા માટે તમારી રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત હોવી જોઈએ. આવી સ્થિતિમાં, તમારે તમારા આહારમાં કીવીનો સમાવેશ કરવો જોઈએ. કીવી ખાવામાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. જાણીએ કીવીના ફાયદા
કીવીના અદભૂત ફાયદા
1- કીવી હૃદય રોગ, બીપીની સમસ્યા અને ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.
2- કીવી ખાવાથી શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદ મળે છે.
3- કીવી ખાવાથી ત્વચા ચમકદાર બને છે અને કરચલીઓ દૂર થાય છે.
4- પેટની ગરમી અને અલ્સર જેવી બીમારીઓને દૂર કરવામાં પણ કીવીને ખૂબ જ ઉપયોગી ફળ માનવામાં આવે છે.
5- કીવીમાં ભરપૂર માત્રામાં આયર્ન અને ફોલિક એસિડ હોય છે, જેના કારણે ગર્ભવતી મહિલાઓને ઘણો ફાયદો થાય છે.
6- કીવી ખાવાથી પણ ડાયાબિટીસ કંટ્રોલ કરવામાં મદદ મળે છે. દરરોજ કીવી ખાવાથી લોહીમાં ગ્લુકોઝની માત્રા ઓછી થાય છે.
7- કીવી સાંધાના દુખાવા, હાડકાના દુખાવામાં પણ મદદ કરે છે.
કીવી પોષકના તત્વો
કીવી પોટેશિયમથી ભરપૂર છે. કીવીમાં કેલરી ખૂબ જ ઓછી હોય છે, તેથી જે લોકો ફિટનેસનું ધ્યાન રાખે છે તેઓ કિવી ખાવાનું ખૂબ પસંદ કરે છે. કીવીમાં કેળા કરતાં પોટેશિયમ અને અડધી કેલરી વધુ હોય છે. કીવીમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. તેમાં સંતરા કરતાં બમણું વિટામિન સી હોય છે. કીવીમાં ફાઈબર હોય છે જે પાચન શક્તિને વધારે છે. જેથી દિવસમાં એક કિવિ ખાવની ડોક્ટર સલાહ આપે છે.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )