સોશ્યલ મીડિયાથી દુરી, હેલ્થ માટે જરૂરી..... 15 મિનીટ માટે ફોનથી થઇ જાઓ દુર, થશે કેટલાય ફાયદાઓ- સ્ટીડમાં ખુલાસો
સ્વાનસી યૂનિવર્સિટીના સ્કૂલ ઓફ સાયકોલૉજીના પ્રૉફેસર ફિલ રીડે કહ્યું કે, આ આંકડાઓથી જાણવા મળે છે કે, જ્યારે લોકો પોતાના સોશ્યલ મીડિયાનો ઉપયોગ ઓછામાં ઓછો કરે છે,
નવી દિલ્હીઃ સોશ્યલ મીડિયા આજકાલ મોટાભાગના લોકોની મોટી જરૂરિયાત બની ગયુ છે. દેશ -દુનિયામાં શું ચાલી રહ્યુ છે, આની સાથે જોડાયેલી મોટાભાગની જાણકારીઓ સોશ્યલ મીડિયા દ્વારા જ મળી જાય છે. કેટલાક લોકો આનો ઉપયોગ પબ્લિસિટી માટે તો કેટલાક લોકો પૈસા કમાવવા માટે કરી રહ્યા છે. પણ શું તમે જાણો છો કે સોશ્યલ મીડિયા તમારા સ્વાસ્થ્ય પર એકદમ ખરાબ અસર પાડી શકે છે, આપણી ઘણીવાર વિના કારણોસર ચિંતામાં પડી જઇએ છીએ. તણાન અને ડિપ્રેશનનુ કારણ સોશ્યલ મીડિયા છે. એક રિસર્ચમાં ખુલાસો થયો છે કે, સોશ્યલ મીડિયાનો દિવસભરમાં 15 મિનીટ સુધી ઉપયોગ ના કરવો તમારા સ્વાસ્થ્ય માટે ખુબ સારુ છે, તમારા સ્વાસ્થ્યમાં સુધારો કરી શકે છે.
જર્નલ ઓફ ટેકનોલૉજી ઇન બિહેવિયર સાયન્સમાં પલ્બિશ થયેલા સ્ટડી અનુસાર, 15 મિનીટ સુધી સોશ્યલ મીડિયાને ઇન્ગૉર કરવાથી શરદી, તાવ, ફ્લૂ, મૌસા અને વેરુકા સહિત ઇમ્યૂન ફન્કશનમાં એવરેજ 15 ટકા સુધારો જોવામાં આવ્યો છે. સ્ટડીએ એ પણ દાવો કર્યો છે કે, આનાથી ઊંઘની ગુણવત્તામાં 50 ટકા સુધારો થયો છે, એને 30 ટકા ઓછુ ડિપ્રેશન જોવામાં આવ્યુ છે. સ્વાનસી યૂનિવર્સિટીના સ્કૂલ ઓફ સાયકોલૉજીના પ્રૉફેસર ફિલ રીડે કહ્યું કે, આ આંકડાઓથી જાણવા મળે છે કે, જ્યારે લોકો પોતાના સોશ્યલ મીડિયાનો ઉપયોગ ઓછામાં ઓછો કરે છે, તો તેમની જિંદગીમાં કેટલાય પ્રકારના સુધારા થઇ શકે છે. તેની ફિઝિકલ હેલ્થ અને સાયકોલૉજિકલ હેલ્થને પણ ખુબ ફાયદો મળી શકે છે.
સોશ્યલ મીડિયા અને હેલ્થનુ કનેક્શન -
ફિલ રીડે કહ્યું કે, હજુ સુધી એ વાત પર મહોર નથી લાગી શકી કે શું વાસ્વતમાં સોશ્યલ મીડિયાનું સ્વાસ્થ્ય સાથે કોઇ ગાઢ કનેક્શન છે કે નહીં. સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ કેટલીય વાર કેટલાક લોકો માટે લત બની જાય છે, અને ચિંતા, ડિપ્રેશન અને એટલે સુધી કે કેટલીય બિમારીઓનું કારણ પણ બની શકે છે. સોશ્યલ મીડિયાનો ઉપયોગ જેટલો ઓછો કરવામાં આવે, સ્વાસ્થ્ય માટે તેટલો જ સારો છે સોશ્યલ મીડિયા પર કેટલીય વાર આપણે બીજાઓને ઉપલબ્ધિઓને જોઇને ઇનફિરિયૉરિટી કૉમ્પ્લેક્સમાં જતા રહીએ છીએ કે જલનની સંભાવના પૈદા થાય છે. આનાથી આપણા સ્વાસ્થ્ય પર ખરાબ અસર ઉભી થાય છે, આપણી મેન્ટલ હેલ્થ એકદમ ખરાબ રીતે પ્રભાવિત થાય છે.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )