શિયાળામાં ચ્યવનપ્રાશ ખાવું ફાયદાકારક, પરંતુ કેટલું, ક્યારે અને કેવી રીતે? તે જાણી લો
Health Care in Winte: શિયાળામાં ચ્યવનપ્રાશ ખાવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તેમાં અનેક પ્રકારની ઔષધિઓ મિક્ષ કરેલી છે, જે આપણી રોગપ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે.
Chyawanprash In Winters: શિયાળાની કાતિલ ઠંડીની શરૂઆત થઇ ચૂકી છે. ત્યારે સૌ કોઈ ઠંડીથી બચવા માટે અથવા રક્ષણ મેળવવા માટે અવનવા નુસખા અજમાવતા હોય છે. ઠંડીથી બચવા માટે લોકો ગરમ કપડાનો સહારો લઇ રહ્યા છે જયારે શરીરને અંદરથી ગરમ રાખવા માટે અવનવા સૂપ અને વાસાણાનો સહારો લઇ રહ્યા છે. ત્યારે શિયાળાની ઋતુ આવતાની સાથે જ ઘરમાં દરેક વ્યક્તિ એવું કહેવા લાગે છે કે દરેક વ્યક્તિએ ચ્યવનપ્રાશ ખાવું જોઈએ. નાનપણથી જ બાળકો તેમના માતા-પિતા અને દાદા-દાદી પાસેથી આ વાતો સાંભળતા રહે છે. ખરેખર ચ્યવનપ્રાશમાં ઘણી બધી જડીબુટ્ટીઓ હોય છે જે આપણા શરીરને ગરમ કરવા અને રોગપ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે જેથી તે શરીરને વાયરલ ઈન્ફેક્શન સામે લડવામાં મદદ કરી શકે છે પરંતુ શું તમે ચ્યવનપ્રાશ ખાવાની સાચી રીત જાણો છો? શું તમે જાણો છો કે તેને ક્યારે અને કેવી રીતે ખાવું જોઈએ? જો નહીં તો અહીં જાણી લો...
ચ્યવનપ્રાશ કેટલું અને ક્યારે ખાવું?
ચ્યવનપ્રાશને થોડી માત્રામાં ખાવું જોઈએ. જો તમે તેનું વધુ પડતું સેવન કરો છો તો તમને પેટ ફૂલવું, લૂઝ મોશન વગેરે થઈ શકે છે. એક પુખ્ત વ્યક્તિ દરરોજ સવાર-સાંજ 1 ચમચી ચ્યવનપ્રાશ હૂંફાળા પાણી અથવા દૂધ સાથે લઈ શકે છે. જો તમે બાળકોને ચ્યવનપ્રાશ આપતા હોવ તો તેમને સવાર-સાંજ અડધી ચમચી ચ્યવનપ્રાશ ખવડાવી શકો છો.
આ ખોરાક સાથે સેવન ન કરો
જો પરિવારમાં અસ્થમા કે શ્વાસના દર્દી હોય તો તેમણે ચ્યવનપ્રાશ દૂધ કે દહી સાથે ન ખાવું જોઈએ. જેમને બ્લડ શુગરની સમસ્યા હોય તેમણે પણ ડોક્ટરની સલાહ બાદ જ તેનું સેવન કરવું જોઈએ. જો તમારું બ્લડ શુગર લેવલ નિયંત્રણમાં છે, તો તમે દરરોજ 3 ગ્રામ ચ્યવનપ્રાશનું સેવન કરી શકો છો.
ફાયદા
ચવનપ્રાશ શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે, જે ઠંડા હવામાનમાં વાયરલ ઈન્ફેક્શન સામે રક્ષણ આપે છે. તે વિટામિન્સ, મિનરલ્સ અને એન્ટિઓક્સિડન્ટ્સથી ભરપૂર છે જે આપણા સ્વાસ્થ્યને સારું રાખે છે.ચ્યવનપ્રાશના સેવનથી પ્રજનન ક્ષમતા પણ વધે છે. તે પુરુષો અને સ્ત્રીઓ બંને માટે ફાયદાકારક છે.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )