Winter Cold Tips:શિયાળામાં શરદી ઉધરસમાં આ 5 વસ્તુઓ તરત જ આપશે રાહત, Coldમાં આવશે જલ્દી રિકવરી
Winter Cold Tips: શિયાળામાં ખાંસી અને શરદીની સમસ્યા સૌથી વધુ સતાવે છે. આવી સ્થિતિમાં કેટલાક ઘરેલું ઉપાય કારગર છે. શરદી-ખાંસી અને વાયરસ તાવથી બચવા માટે આ વસ્તુઓનું સેવન કરવું જોઈએ.
Winter Cold Tips: શિયાળામાં ખાંસી અને શરદીની સમસ્યા સૌથી વધુ સતાવે છે. આવી સ્થિતિમાં કેટલાક ઘરેલું ઉપાય કારગર છે. શરદી-ખાંસી અને વાયરસ તાવથી બચવા માટે આ વસ્તુઓનું સેવન કરવું જોઈએ.
ડિસેમ્બર મહિનાથી ઠંડી વધતાં શરદી અને ઉધરસની સમસ્યા સામાન્ય છે.તાપમાનમાં ઘટાડો થવાની સૌથી વધુ અસર વૃદ્ધો અને બાળકોના સ્વાસ્થ્ય પર પડી છે. જો કે ખાવા-પીવામાં થોડી સાવચેતી રાખવાથી આપ શરદીથી બચી શકો છો. આપને આહારમાં આવી વસ્તુઓ અને કેટલાક ઘરેલું ઉપચાર અપનાવવા જોઈએ, જેથી શરદી અને ઉધરસની સમસ્યા દૂર રહે.
શરદી અને ઉધરસથી બચવાના ઘરગથ્થુ ઉપચાર
હળદરવાળું દૂધ
શરદીમાં રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે હળદરવાળું દૂધ પીવું જોઈએ. હળદરનું દૂધ ગરમ હોય છે અને તેમાં એન્ટિબાયોટિક્સ પણ હોય છે. તેથી, હળદરનું દૂધ કોઈપણ પ્રકારના ચેપ સામે રક્ષણ આપવા માટે અસરકારક છે.
મધ આદુનો રસ
મધ અને આદુનો રસ શરદી ઉધરસમાં કારગર પ્રયોગ છે. એક કપ ગરમ પાણીમાં એક ચમચી આદુનો રસ અને થોડુ મધ મિક્સ કરીને પીવાથી કફ સરળતાથી દૂર થાય છે અને શરદી ઉધરસથી છૂટકારો મળે છે.
ચ્યવનપ્રાશના ફાયદા
આયુર્વેદમાં ચ્યવનપ્રાશને ઔષધી માનવામાં આવે છે. ઠંડીના દિવસોમાં દરરોજ રાત્રે સૂતી વખતે ચ્યવનપ્રાશ સાથે એક ગ્લાસ દૂધ પીવું જોઈએ. તેનાથી બધી પ્રકારના ઈન્ફેક્શનથી બચી શકાય છે. ચ્યવનપ્રાશ ખાવાથી શરદી અને ઉધરસમાં આરામ મળે છે. આના કારણે શરીરને વિટામિન સી ભરપૂર માત્રામાં મળે છે જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે.
સ્ટીમ અવશ્ય લેવી
શરદી ઉધરસથી રાહત મેળવવા માટે નિયમિતપણે સ્ટીમ લેવી જોઈએ. સ્ટીમ લેવાથી શરદીમાં બંધ નાક ખુલે છે અને શ્વસન માર્ગનો સોજો પણ ઓછો થાય છે. સાદા પાણીથી વરાળ લઈ શકો છો અથવા પાણીમાં ટી ટ્રી ઓઈલ, નીલગિરી તેલ, લેમનગ્રાસ તેલ, લવિંગ તેલના થોડા ટીપા પણ ઉમેરી શકો છો. તેનાથી ગળામાં દુખાવા અને ઇન્ફેકશનમાં રાહત મળે છે.
લવિંગ અને તુલસીનું સેવન
જો આપને કફ અને શરદીની સમસ્યા હોય તો આપને લવિંગનું સેવન કરવું જોઈએ. લવિંગને પીસીને તેમાં મધ મિક્સ કરીને દિવસમાં 2-3 વાર ખાઓ. તેનાથી તમને ખાંસીમાં ઘણી રાહત મળશે. ખાંસી અને શરદીમાં આપ તુલસી અને આદુની ચા પણ પી શકો છો. તેનાથી ઘણો ફાયદો થશે. જો આપ ઈચ્છો તો આ ચામાં ખાંડને બદલે ગોળ પણ ઉમેરી શકો છો.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )