Health Research: શું આપ વીક ઓફમાં જ વધુ ઊંઘો છો તો સાવધાન, હાર્ટ અટેકનું આ કારણે વધે છે જોખમ, રિસર્ચમાં ખુલાસો
શું આપ આખું સપ્તાહ વ્યસ્ત રહેવાના કારણે ઓછી ઊંઘ લો છો તો આ આદત આપના માટે જીવલેણ સાબિત થઇ શકે છે કારણ કે તેનાથી હાર્ટ અટેકનું વધી શકે છે જોખમ
Health Research: જો તમે માનતા હોવ કે, કામના બિઝિ સપ્તાહમાં ઓછી ઊંઘ લેવી જોઈએ અને પછી વીકએન્ડમાં વધુ ઊંઘ લઈને તેની ભરપાઈ કરવી જોઈએ, તો તમે સાવ ખોટા છો. સાયકોસોમેટિક મેડિસિન જર્નલમાં પ્રકાશિત પેન સ્ટેટના વૈજ્ઞાનિકોના તાજેતરના અભ્યાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે કે, દરરોજ રાત્રે પાંચ કલાક પૂરતી ઊંઘ ન લેવાથી ખાસ કરીને હૃદયને નુકસાન થાય છે. આપણા હૃદયના નિયમિત ધબકારા અને નોર્મલ બ્લડ પ્રેશર સારા સ્વાસ્થ્યની બે મહત્વની બાબતો છે, પરંતુ ઓછી ઊંઘ લેવાથી તેમાં સમસ્યા ઊભી થાય છે. હકીકતમાં, સપ્તાહના અંતે ન લીધેલી ઊંઘની ભરપાઇ કરવી તે પ્રયાસ પણ આપને મુશ્કેલી તરફ દોરી જાય છે.
માત્ર 65% યુવાનો જ નિયમિત સાત કલાકની ઊંઘ લે છે
અભ્યાસના સહ-લેખક એન-મેરી ચાંગ, બાયોબિહેવિયરલ હેલ્થના સહયોગી પ્રોફેસર અનુસાર, યુનાઇટેડ સ્ટેટ્સમાં માત્ર 65 ટકા યુવાનો નિયમિતપણે સાત કલાકની ઊંઘ લે છે. ડો.ચાંગ કહે છે કે, ઓછી ઊંઘ તમારા હૃદયના સ્વાસ્થ્ય પર સતત અસર કરે છે. જે તમને ભવિષ્યમાં હૃદય રોગ માટે વધુ સંવેદનશીલ બનાવી શકે છે. સંશોધન ટીમે હૃદય પર ઊંઘની અસર શોધવા માટે 11 દિવસના સઘન ઇનપેશન્ટ સ્લીપ સ્ટડી માટે 20 થી 35 વર્ષની વયના 15 સ્વસ્થ પુરુષો પર પ્રયોગ કર્યો હતો.
ઊંઘની સીધી અસર હૃદય પર પડે છે
પ્રથમ ત્રણ રાત માટે, સહભાગીઓને બેઝલાઇન સ્લીપ લેવલ હાંસલ કરવા માટે રાત્રે 10 કલાક સૂવા માટે કહેવામાં આવ્યું હતું. આગામી પાંચ રાત્રિઓ માટે, સહભાગીઓની ઊંઘ પ્રતિ રાત્રિના પાંચ કલાક સુધી મર્યાદિત હતી, ત્યારબાદ બે ઊંઘની રિકવરની નાઇટ હતી. જેમાં તેમને ફરીથી રાત્રે 10 કલાક સુધી ઊંઘવાની મંજૂરી આપવામાં આવી હતી. કાર્ડિયોવેસ્ક્યુલર સ્વાસ્થ્ય પર આ ઊંઘની અસરનું મૂલ્યાંકન કરવા માટે, સંશોધકોએ દિવસ દરમિયાન દર બે કલાકે સહભાગીઓના હૃદયના ધબકારા અને બ્લડ પ્રેશર માપ્યા. અહીં એવું જાણવા મળ્યું હતું કે અભ્યાસના દરેક ક્રમિક દિવસ સાથે હૃદયના ધબકારા પ્રતિ મિનિટ લગભગ એક ધબકારા (BPM) વધ્યા છે. હૃદયના ધબકારા અને સિસ્ટોલિક બ્લડ પ્રેશર બંને દરેક ક્રમિક દિવસ સાથે વધ્યા અને ઊંઘની રિકવરીથી પણ તે બેઝલાઇન લેવલ સુધી નોર્મલ થયા ન હતા. તો જો આપ આખું વીક ઓછું ઊંઘ લઇને વીક ઓફમાં વધુ ઊંઘવાની આદત ધરાવો છો તો આ આપના માટે જીવલેણ સાબિત થઇ શકે છે. તેનાથી બ્લડપ્રેશન અને હાર્ટ અટેકનું જોખમ વધી શકે છે.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )