Kidney Stones: શું બિયર પીવાથી ખરેખર ઓગળી જાય છે 'કિડનીમાંથી પથરી'? જાણો શું કહે છે ડોક્ટર્સ આ વિશે
Kidney Stone: ડોકટરોનું કહેવું છે કે એવો કોઈ વૈજ્ઞાનિક ડેટા નથી, જે પુષ્ટિ કરે કે બીયર પીવાથી કીડની સ્ટોન મટી શકે છે.
Kidney Stones: આજકાલ કિડનીમાં પથરીના કેસમાં ઝડપથી વધારો જોવા મળી રહ્યો છે. પીડાદાયક હોવાની સાથે, કિડની સ્ટોન પેશાબ કરવામાં પણ ખૂબ જ મુશ્કેલી ઊભી કરે છે અને કિડનીમાં સોજો આવી શકે છે. કિડનીમાં ખનિજો અને ક્ષારના સખત વધારાને કારણે પથરી બને છે. તે કિડનીની અંદર બને છે, જે ખૂબ જ પીડાદાયક હોય છે. તબીબોના મતે કિડનીમાં પથરીના કેસ ઝડપથી વધી રહ્યા છે અને તેનું એક કારણ કિડનીના કાર્યની અધૂરી જાણકારી અને કિડનીના રોગો સાથે સંકળાયેલા જોખમો છે.
બિયરથી કિડની સ્ટોનનો ઈલાજ કરવાના મામલે પણ એક સર્વે કરવામાં આવ્યો છે. પ્રિસ્ટીન કેર - લિબર્ટ ડેટા લેબ્સ દ્વારા એક સર્વે કરવામાં આવ્યો હતો, જેમાં સામે આવ્યું હતું કે 3માંથી 1 લોકો માને છે કે બિયર પીવાથી કિડનીની પથરી મટે છે. જોકે આ બાબતમાં બિલકુલ સત્ય નથી. આ માત્ર એક દંતકથા છે.
પૈન ઈન્ડિયા સર્વે મુજબ કિડની સ્ટોનથી પીડાતા 50 ટકાથી વધુ લોકો તેમની સારવારમાં 6 મહિનાથી 2 વર્ષ સુધી વિલંબ કરવા તૈયાર હતા. તે પણ એટલા માટે કે તેઓ બીયર પીને તેનો ઈલાજ કરવા માંગતા હતા. તેઓ વિચારતા હતા કે બીયર પીવાથી પથરી ઓગળી જશે. જો કે, બીયર પીવા અને પથરી ઓગળવા વચ્ચે કોઈ વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલો સંબંધ નથી.
ડોકટરો શું કહે છે?
ડૉક્ટરોનું કહેવું છે કે એવો કોઈ વૈજ્ઞાનિક ડેટા નથી, જે પુષ્ટિ કરે કે બીયર પીવાથી કિડનીની પથરી મટી શકે છે. બીયર મૂત્રવર્ધક પદાર્થ છે. તે વધુ પેશાબ લાવવામાં મદદ કરે છે. આ સિવાય તે નાની પથરીને બહાર કાઢવામાં પણ મદદ કરી શકે છે. પરંતુ બીયર શરીરમાંથી 5 મીમીથી વધુ કદની પથરીને દૂર કરી શકતું નથી. આનું કારણ એ છે કે બહાર નીકળવાનો માર્ગ લગભગ 3 મીમી છે.
તબીબોના મતે પથરીનો દુખાવો હોય ત્યારે બીયર પીવાથી સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે. કારણ કે બીયર વધુ પેશાબ લાવવાનું કામ કરશે અને ઘણી વખત પેશાબ કરતી વખતે અસહ્ય દુખાવો થવા લાગે છે. લાંબા સમય સુધી અથવા નિયમિત બીયર પીવાથી ઉચ્ચ ઓક્સાલેટ અને ડીહાઈડ્રેશન થઈ શકે છે.
કિડની સ્ટોનના કેસ વધી રહ્યા છે
કિડની સંબંધિત રોગો અંગે કોઈ ચોક્કસ સંખ્યા કે ડેટા ઉપલબ્ધ નથી. જો કે લાઇબ્રેટ અનુસાર, વર્ષ 2022માં કિડની સંબંધિત રોગોમાં 180 ટકાનો વધારો જોવા મળ્યો હતો, જેમાંથી મોટાભાગની કિડનીની પથરી હતી. ડૉક્ટરો કહે છે કે કિડનીમાં પથરી માટેના સૌથી સામાન્ય જોખમી પરિબળો ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશર છે, જેના વિશે મોટાભાગના લોકો જાણતા નથી. આ સિવાય ખાવામાં આવેલ ખોરાક, સ્થૂળતા અથવા વધુ વજન, વિવિધ તબીબી પરિસ્થિતિઓ, કેટલીક સપ્લીમેન્ટ્સ અને દવાઓ પણ કિડનીમાં પથરીનું કારણ બની શકે છે.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )