ગરમીમાં ફ્રિજનું ઠંડું પાણી પીવાની આદત છે, તો નુકસાન જાણી લો, જાણો કયાં ટેમ્પરેચર પર પાણી પીવું જોઇએ
ગરમી વધી રહી છે, આવી સ્થિતિમાં લોકોએ ઠંડુ પાણી પીવાનું શરૂ કરી દીધું છે, પરંતુ આ ઠંડુ પાણી તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થાય છે. જેના કારણે ગળામાં ખરાશ અને શરદી થવાનો ખતરો રહે છે.
ગરમી વધી રહી છે, આવી સ્થિતિમાં લોકોએ ઠંડુ પાણી પીવાનું શરૂ કરી દીધું છે, પરંતુ આ ઠંડુ પાણી તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થાય છે. જેના કારણે ગળામાં ખરાશ અને શરદી થવાનો ખતરો રહે છે.
હોળી પછી તરત જ ગરમી શરૂ થઈ જાય છે. આવી સ્થિતિમાં કેટલાક લોકો ઠંડી વસ્તુઓનો ઉપયોગ ખૂબ જ વહેલા શરૂ કરી દે છે. ઉનાળામાં ઠંડી વસ્તુઓ સારી લાગે છે, પરંતુ તે સ્વાસ્થ્યને પણ નુકસાન પહોંચાડી શકે છે. લોકો કોરોનાના ડરથી ઠંડી વસ્તુઓ ખાવાનું ટાળી રહ્યાં છે, પરંતુ કેટલાક લોકો ઉનાળો આવતાની સાથે જ ફ્રીજમાંથી ઠંડુ પાણી પીવાનું શરૂ કરી દે છે. આવી સ્થિતિમાં લોકોના મનમાં એક સવાલ પણ આવે છે કે શું કોરોનાના આ યુગમાં ફ્રીજનું ઠંડુ પાણી પીવાથી ચેપ લાગી શકે છે. અથવા ગરમીમાં કેવું પાણી પીવું જોઈએ અને ફ્રીજમાં ઠંડા પાણીથી શું નુકસાન થાય છે?
શું ઠંડુ પાણી પીવાથી કોરોના થઈ શકે છે?
એવું નથી કે ફ્રીજનું ઠંડુ પાણી પીવાથી કોરોના થાય છે.પરંતુ એ પણ સાચું છે કે ગરમ પાણી પીવાથી આપણી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. ગરમ પાણીથી ગળા અને નાક સંબંધિત અનેક પ્રકારના ઈન્ફેક્શન નથી થતા. આ જ કારણ છે કે ડૉક્ટરો હુંફાળું કે નવશેકું પાણી પીવાની સલાહ આપે છે.
ફ્રીજમાંથી ઠંડુ પાણી પીવાના ગેરફાયદા
જો તમે ફ્રિજનું ઠંડુ પાણી પીઓ છો, તો તે નબળા રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો માટે સમસ્યા ઊભી કરી શકે છે. તેનાથી ગળામાં ખરાશ, ઉધરસ અથવા ગળામાં ઈન્ફેક્શનનું કારણ બની શકે છે. આ જ કારણ છે કે, ડોક્ટરો કોરોનાના સમયગાળા દરમિયાન રેફ્રિજરેટરનું પાણી ન પીવાની સલાહ આપતા હતા.
ઉનાળામાં ઓરડાના તાપમાને પાણી પીવો
જો ગરમી ખૂબ વધારે હોય, તો ગરમ અથવા નવશેકું પાણી પીવાને બદલે, તમે માટલાનું પાણી પી શકો છો. આનાથી તમારી તરસ પણ છીપાશે અને તમને કોઈ નુકસાન પણ નહીં થાય. ગરમીમાં ફ્રીજમાંથી ઠંડા પાણીની જરૂર નથી. ઠંડુ પાણી પીવાથી અનેક સમસ્યાઓ થઈ શકે છે. ફ્રીજ કરતા કુદરતી રીતે ઠંડુ થયેલું માટલાનું પાણી પીવું જોઇએ. જે ગરમીમાં ફાયદાકારક રહે છે.
ઠંડુ પાણી પીવાના ગેરફાયદા
- ગળમાં ખરાષ
- ગળામાં ઇન્ફેકશન
- ઉધરસ-તાવ
- માથામાં દુખાવો
- કબજિયાતની સમસ્યા
- રોગપ્રતિકારક શક્તિ નબળી પડી
જો તમે વધુ ગરમીમાં બહારથી આવ્યા હોવ તો ઠંડુ પાણી બિલકુલ ન પીવો. આ ભૂલના કારણે આપને ગરમીમાં પણ ગળામાં ઇન્ફેકશન દુખાવો, શરદી અને તાવની સમસ્યા થઇ શકે છે. ખાસ કરીને કોરોના સંક્રમિત દર્દીએ ફ્રીજનું ઠંડુ પાણી બિલકુલ ન પીવું જોઈએ.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )