Myopia In Children: વધુ પડતા ફોનના ઉપયોગથી બોળકોમાં વધી જાય છે માયોપિયાનો ખતરો, આ રીતે કરો બચાવ
આ સિઝનમાં કંજક્ટિવાઈટિસના દર્દીઓની સંખ્યા વધી રહી છે. આનું એક કારણ ગંદા હાથથી આંખોને સ્પર્શવું છે.
Myopia In Children: આ સિઝનમાં કંજક્ટિવાઈટિસના દર્દીઓની સંખ્યા વધી રહી છે. આનું એક કારણ ગંદા હાથથી આંખોને સ્પર્શવું છે. આ સિવાય બાળકોમાં સૌથી મોટી સમસ્યા દૂર સુધી ન જોઈ શકવી જેને માયોપિયા કહેવામાં આવે છે. તેનું કારણ સ્ક્રીન ટાઈમમાં વધારો છે. માયોપિયા થવાના કારણો શું છે અને તેનાથી બચવાના ઉપાયો શું છે.
બાળકો વારંવાર મોબાઈલ ફોનનો ઉપયોગ ખૂબ જ નજીકથી જોઈને કરે છે. મોબાઈલમાંથી નીકળતા રેડિયેશનને કારણે એલર્જી, ખંજવાળ અને આંખોમાં લાલાશ જેવી સમસ્યાઓ થાય છે.
સતત મોબાઈલ અને ટીવી જોવાથી આંખો ડ્રાય થવાની સમસ્યા વધી શકે છે. કારણ કે સ્ક્રીન પર એક જ વસ્તુ જોવાથી આપણે આંખને ઝપકતા નથી.
શું છે તેના બચાવના ઉપાયો ?
સ્ક્રીન ટાઈમ માટે માર્ગદર્શિકા પણ જાહેર કરવામાં આવી છે. ત્રણ વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં કોઈ પણ સ્ક્રીન સમય હોવો જોઈએ નહીં. પાંચ વર્ષ સુધીના બાળકો માટે સ્ક્રીન ટાઈમ માત્ર એક કલાકનો હોવો જોઈએ. આઠ વર્ષ સુધીના બાળકો માટે સ્ક્રીન સમય બે કલાક સુધી મર્યાદિત હોવો જોઈએ. માતાપિતાએ ધ્યાન રાખવું જોઈએ કે તેમના બાળકો સ્ક્રીન ટાઈમ પર કેટલો સમય પસાર કરી રહ્યા છે, કારણ કે જાગૃતિ આ રોગોને અટકાવી શકે છે. સાંજનો સૂર્યપ્રકાશ આંખો માટે ફાયદાકારક હોવા છતાં આજકાલ બાળકો ઓછા રમવા બહાર જાય છે. તેનાથી ચશ્માનો નંબર કંટ્રોલમાં રહે છે.
આંખો તમારા શરીરની સૌથી કોમળ અને અભિન્ન અંગ હોય છે. આંખો વગર જીવન જીવવુ ખૂબ જ મુશ્કેલ છે. તેથી આંખોની સારસંભાળ રાખવી ખૂબ જ જરુરી બની જાય છે. તમારી લાઈફસ્ટાઈલ અને ખાનપાન પણ તમારી આંખો પર મોટી અસર પાડે છે. તેથી કોઈ પણ ફેરફાર થતા તાત્કાલિક નિષ્ણાંતને મળવુ જોઈએ.
આંખની લાલાશ અલગ-અલગ સ્થિતિઓ અને ઈજાના કારણે આવી શકે છે. જેનાથી બળતરા, સોઝો અને ક્યારેક ક્યારેક રોશની પણ જઇ શકે છે. રેડ આઈ હોવાના કારણે ઘણી વખત આંખોની નાની બ્લડ સેલ્સ કોશિકાઓ સોઝી જાય છે. પરંતુ જો કોઈ ઈજા વિના અથવા દર્દ વિના આંખો લાલ થઇ રહી છે તો તમારે તાત્કાલિક એક્સપર્ટને મળવુ જોઈએ.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )