Sugar Vs Honey :ડાયાબિટીસના દર્દી માટે ગોળ કે મધ બંનેમાંથી કયો વિકલ્પ છે ઉત્તમ?
ડાયાબિટીસના દર્દીઓને મીઠાઈ ન ખાવાની સલાહ આપવામાં આવે છે. આવી સ્થિતિમાં ઘણા દર્દીઓ મધ અને ગોળનું સેવન કરે છે. કારણ કે ઘણા લોકો તેને હેલ્ધી વિકલ્પ માને છે. પ્રશ્ન એ છે કે શું બંને ડાયાબિટીસના દર્દીઓ માટે ખરેખર આ બંને હેલ્ધી વિકલ્પ છે?
![Sugar Vs Honey :ડાયાબિટીસના દર્દી માટે ગોળ કે મધ બંનેમાંથી કયો વિકલ્પ છે ઉત્તમ? honey or jaggery which is better for diabetes Sugar Vs Honey :ડાયાબિટીસના દર્દી માટે ગોળ કે મધ બંનેમાંથી કયો વિકલ્પ છે ઉત્તમ?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/03/1affe3fc20729b52a708a6a73e75c7011659541128_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Sugar Vs Honey :ડાયાબિટીસના દર્દીઓને મીઠાઈ ન ખાવાની સલાહ આપવામાં આવે છે. આવી સ્થિતિમાં ઘણા દર્દીઓ મધ અને ગોળનું સેવન કરે છે. કારણ કે ઘણા લોકો તેને હેલ્ધી વિકલ્પ માને છે. પ્રશ્ન એ છે કે શું બંને ડાયાબિટીસના દર્દીઓ માટે ખરેખર આ બંને હેલ્ધી વિકલ્પ છે? આવો જાણીએ આ વિશે
ડાયાબિટીસ એક એવી સમસ્યા છે જેના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. આ સમસ્યાથી પીડિત દર્દીઓને જીવનભર અનેક પ્રતિબંધોમાંથી પસાર થવું પડે છે. ખાસ કરીને તેમને ખાવા-પીવામાં ધ્યાન રાખવું પડશે. જો તેઓ આમ ન કરે તો લોહીમાં શુગરની માત્રા ખૂબ વધી જાય છે, જેના કારણે અનેક બીમારીઓ થવાનો ખતરો રહે છે. આરોગ્ય નિષ્ણાતો ઘણીવાર ડાયાબિટીસના દર્દીઓને ઓછા ગ્લાયકેમિક ઇન્ડેક્સવાળા ખોરાકનું સેવન કરવાની સલાહ આપે છે. તેની સાથે આ સમસ્યાથી પીડિત દર્દીઓને મીઠાઈ ખાવાની પણ મનાઈ છે. આવી સ્થિતિમાં સ્વીટ ખાવાનું સદંતર બંધ થઇ જાય છે. ઘણા દર્દીઓ મીઠાઈના વિકલ્પ તરીકે મધ અને ગોળનું સેવન કરે છે. તો સવાલ એ થાય છે કે બેમાંથી કયું વધુ સ્વસ્થ છે? જાણીએ એક્સ્પર્ટનો શું છે મત
બ્લડ સુગર પર ગોળની અસર
આપણામાંથી મોટાભાગના લોકો ગોળને ડાયાબિટીસના દર્દીઓ માટે સાકર કરતાં વધુ સ્વાસ્થ્યવર્ધક અને વધુ યોગ્ય માને છે, પરંતુ વાસ્તવમાં ડાયાબિટીસના દર્દીઓએ પણ ગોળનું સેવન ટાળવું જોઈએ. કારણ કે ગોળ ડાયાબિટીસમાં ઇન્સ્યુલિનના સ્તરને પણ અસર કરે છે. ખરેખર તો ખાંડ અને ગોળ બંને શેરડીમાંથી મળે છે. આના પરથી સ્પષ્ટ થાય છે કે, ખાંડ અને ગોળ બંનેમાં હાઈ ગ્લાયસેમિક ઈન્ડેક્સ હોઈ શકે છે. ડાયાબિટીસના દર્દીઓએ તેમના આહારમાં ઓછા ગ્લાયકેમિક ઇન્ડેક્સવાળા ખોરાકનો સમાવેશ કરવો જોઈએ. આહારમાં ઉચ્ચ ગ્લાયકેમિક ઇન્ડેક્સવાળા ખોરાકનો સમાવેશ કરવાથી બ્લડ સુગરનું સ્તર નોંધપાત્ર રીતે વધે છે.
બ્લડ સુગર પર મધની અસર
મધ કુદરતી ખાંડ અને કાર્બોહાઇડ્રેટ છે, પરંતુ તે ડાયાબિટીસના દર્દીઓ માટે આરોગ્યપ્રદ માનવામાં આવે છે. 2004ના એક અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે, સફેદ ખાંડ કરતાં મધ બ્લડ સુગરના સ્તર પર વધુ ફાયદાકારક છે. મધ, ખાંડથી વિપરીત, ઇન્સ્યુલિનમાં વધારો કરી શકે છે, જે લોહીના ગંઠાઈ જવાને નિયંત્રિત કરી શકે છે.
બેમાંથી કયું વધુ હેલ્ધી છે?
મધ અને ગોળ બંને બ્લડ સુગર લેવલમાં વધારો કરે છે, પરંતુ મધનું સેવન ડાયાબિટીસના દર્દીઓ માટે વધુ સ્વાસ્થ્યપ્રદ બની શકે છે. કારણ કે તેમાં સૂક્ષ્મ પોષકતત્વો હોય છે. આ સિવાય ગોળમાં મેગ્નેશિયમ, કોપર અને આયર્ન પણ ભરપૂર માત્રામાં હોય છે. તો મધમાં વિટામિન બી, વિટામિન સી અને પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે, જે ગોળ કરતાં વધુ ફાયદાકારક હોઈ શકે છે. તેથી ડાયાબિટીસમાં ગોળ અને મધની તુલના કરતા મધનું સેવન કરવું વધુ યોગ્ય છે.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)