શોધખોળ કરો

પેટના કેન્સરથી બચવા માંગો છો તો આ વસ્તુઓ ખાવાનું ટાળો, નિષ્ણાંતોએ આપી ચેતવણી

પેટના કેન્સરના કેસ વધી રહ્યા છે. તેમ છતાં વિકસિત દેશોની તુલનામાં ભારતમાં પેટનું કેન્સર ઓછું જોવા મળે છે.

વિશ્વ શાકાહારી જાગૃતિ દિવસ નિમિત્તે નવી દિલ્હી મ્યુનિસિપલ કાઉન્સિલ (NDMC) ઓડિટોરિયમમાં આયોજિત એક કાર્યક્રમમાં એઈમ્સના કમ્યુનિટી મેડિસિનના પ્રોફેસરના ડૉક્ટર સંજય રાયે જણાવ્યું હતું કે રેડ મીટ અને પ્રોસેસ્ડ મીટ ખાવાથી પેટ સંબંધિત રોગોનું જોખમ વધે છે. શાકાહારી ભોજનથી પેટના કેન્સરનો ખતરો ઓછો થાય છે.

ડોક્ટર્સ ફોરમ અને એનિમલ વેલફેર સોસાયટી ઓફ ઈન્ડિયા દ્વારા આયોજિત કાર્યક્રમમાં બોલતા તેમણે કહ્યું કે પેટના કેન્સરના કેસ વધી રહ્યા છે. તેમ છતાં વિકસિત દેશોની તુલનામાં ભારતમાં પેટનું કેન્સર ઓછું જોવા મળે છે. રેડ મીટ અને પ્રોસેસ્ડ મીટ વધુ ખાવાના કારણે વિકસિત દેશોમાં પેટ સંબંધિત કેન્સર વધુ સામાન્ય છે. આ કારણોસર ઘણા વિકસિત દેશોમાં 45 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં કોલોરેક્ટલ કેન્સરની તપાસ શરૂ કરવામાં આવી છે.

જંતુનાશકોને લીધે શાકાહાર પણ હવે શુદ્ધ નથી

ફળો અને લીલા શાકભાજી સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક છે. પરંતુ જંતુનાશકોના વધતા ઉપયોગને કારણે શાકાહાર પણ હવે શુદ્ધ નથી રહ્યું. ભૂગર્ભ જળમાં હેવી મેટલની સમસ્યા વધી છે.  જેના કારણે કેન્સર પણ થાય છે. આ કારણોસર ખાવાની આદતોને સ્વચ્છ રાખવી જરૂરી છે. AIIMSના ડાયરેક્ટર ડૉ.એમ શ્રીનિવાસે પણ કહ્યું કે શાકાહારી ખોરાક સારો છે અને બીમારીઓ ઓછી છે.

જો તમે વધુ પડતા ફ્રૂટ જ્યુસ અને કોફી પીતા હોવ તો સાવધાન

ભારતમાં ઘણા એવા લોકો છે જે સવારે ઉઠીને સૌથી પહેલા કોફી અથવા ફ્રૂટ જ્યુસ  પીવે છે. જો તમે પણ ફ્રૂટ જ્યુસ કે કોફી પીવાના શોખીન છો તો આ સમાચાર તમને સાવધાન કરવા માટે છે. વાસ્તવમાં, એક નવા અભ્યાસમાં ખુલાસો થયો છે કે વધુ પડતા ફ્રૂટ જ્યુસ અથવા કોફી પીવું તમારા માટે ઘાતક સાબિત થઈ શકે છે. આવો અમે તમને આ આર્ટીકલમાં જણાવીએ કે ફ્રુટ જ્યુસ કે કોફી તમારા માટે કેવી રીતે ઘાતક સાબિત થઈ શકે છે.

શું છે  સમાચાર

ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં છપાયેલા એક અહેવાલ મુજબ, તાજેતરના એક અભ્યાસમાં સામે આવ્યું છે કે જે લોકો   ફ્રૂટ જ્યુસ અથવા કોફી વધુ પીવે છે તેમને સામાન્ય લોકોની સરખામણીમાં સ્ટ્રોકનું જોખમ વધી જાય છે. તમને જણાવી દઈએ કે, સ્ટ્રોક એક મેડિકલ ઈમરજન્સી છે, જેમાં લોકોનું મૃત્યુ પણ થઈ શકે છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Israel Hamas war: ઇઝરાયલ-હમાસ યુદ્ધને આજે એક વર્ષ પૂર્ણ, જાણો કેટલું થયું નુકસાન?
Israel Hamas war: ઇઝરાયલ-હમાસ યુદ્ધને આજે એક વર્ષ પૂર્ણ, જાણો કેટલું થયું નુકસાન?
Jio, Airtel, Vi, BSNL યુઝર્સ પર સરકારની મોટી કાર્યવાહી, 1.7 કરોડ સિમ કાર્ડ કેમ કર્યા બંધ
Jio, Airtel, Vi, BSNL યુઝર્સ પર સરકારની મોટી કાર્યવાહી, 1.7 કરોડ સિમ કાર્ડ કેમ કર્યા બંધ
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: આ તારીખ પહેલા જોડાયેલા 60,254 કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મળશે
જૂની પેન્શન યોજનાને લઈ સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય
પેટના કેન્સરથી બચવા માંગો છો તો આ વસ્તુઓ ખાવાનું ટાળો, નિષ્ણાંતોએ આપી ચેતવણી
પેટના કેન્સરથી બચવા માંગો છો તો આ વસ્તુઓ ખાવાનું ટાળો, નિષ્ણાંતોએ આપી ચેતવણી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Israel Lebanon War: ઇઝરાયલનો ગાઝાની મસ્જિદ પર બોમ્બમારો, અનેક લોકોના મોતHun To Bolish | હું તો બોલીશ | માફિયા અને ભ્રષ્ટાચારીઓના બાપ કોણ?Hun To Bolish | હું તો બોલીશ | મોંઘવારીનો શ્રાપ, વેપારીઓનું પાપGujarat Teachers | ગુજરાતના સરકારી કર્મચારીઓ માટે સૌથી મોટા સમાચાર, સરકારે OPSને લઈ શું કરી જાહેરાત?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Israel Hamas war: ઇઝરાયલ-હમાસ યુદ્ધને આજે એક વર્ષ પૂર્ણ, જાણો કેટલું થયું નુકસાન?
Israel Hamas war: ઇઝરાયલ-હમાસ યુદ્ધને આજે એક વર્ષ પૂર્ણ, જાણો કેટલું થયું નુકસાન?
Jio, Airtel, Vi, BSNL યુઝર્સ પર સરકારની મોટી કાર્યવાહી, 1.7 કરોડ સિમ કાર્ડ કેમ કર્યા બંધ
Jio, Airtel, Vi, BSNL યુઝર્સ પર સરકારની મોટી કાર્યવાહી, 1.7 કરોડ સિમ કાર્ડ કેમ કર્યા બંધ
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: આ તારીખ પહેલા જોડાયેલા 60,254 કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મળશે
જૂની પેન્શન યોજનાને લઈ સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય
પેટના કેન્સરથી બચવા માંગો છો તો આ વસ્તુઓ ખાવાનું ટાળો, નિષ્ણાંતોએ આપી ચેતવણી
પેટના કેન્સરથી બચવા માંગો છો તો આ વસ્તુઓ ખાવાનું ટાળો, નિષ્ણાંતોએ આપી ચેતવણી
Digital Arrest: CBI ફોન કરે તો ડરો નહીં..., કોઇ ધરપકડ કરશે નહી, કેન્દ્ર સરકારે કેમ જાહેર કરી આ એડવાઇઝરી
Digital Arrest: CBI ફોન કરે તો ડરો નહીં..., કોઇ ધરપકડ કરશે નહી, કેન્દ્ર સરકારે કેમ જાહેર કરી આ એડવાઇઝરી
ઇઝરાયલ ઇરાન યુદ્ધ વચ્ચે ઓમાન પહોંચ્યા ઇન્ડિયન નેવીના ત્રણ જહાજ, 10 વર્ષમાં ત્રીજી વખત થઇ તૈનાતી
ઇઝરાયલ ઇરાન યુદ્ધ વચ્ચે ઓમાન પહોંચ્યા ઇન્ડિયન નેવીના ત્રણ જહાજ, 10 વર્ષમાં ત્રીજી વખત થઇ તૈનાતી
Haryana Exit Poll: હરિયાણાની 19 બેઠકો પર આખો પેચ ફસાયો છે, શું કોંગ્રેસની બાજી બગડી જશે?
હરિયાણાની 19 બેઠકો પર આખો પેચ ફસાયો છે, શું કોંગ્રેસની બાજી બગડી જશે?
Watch: ક્રિકેટના મેદાન પર ઉતર્યા સીએમ યોગી, બેટિંગના કૌશલ્યથી ચોંકાવ્યા, જુઓ વીડિયો
Watch: ક્રિકેટના મેદાન પર ઉતર્યા સીએમ યોગી, બેટિંગના કૌશલ્યથી ચોંકાવ્યા, જુઓ વીડિયો
Embed widget