Health: થકાવટ સહિતના આ લક્ષણો લાંબા સમય સુધી અનુભવાય તો સાવઘાન, હોઇ શકે છે આ જીવલેણ બીમારી
કેન્સરને સાયલન્ટ કિલર એટલા માટે કહેવામાં આવે છે કારણ કે તેના કેટલાક એવા લક્ષણો છે જે શરીરમાં જલ્દી અનુભવાતા નથી
Health: કેન્સરને એટલા માટે જીવલેણ માનવામાં આવે છે કારણ કે તેના લક્ષણો શરીરમાં ત્યારે અનુભવાય છે જ્યારે કેન્સર ત્રીજા કે ચોથા સ્ટેજમાં પહોંચી જાય. જો કે તાવ આવવો થકાવટ લાગવી જેવા કેટલાક લક્ષણો છે. જે લાંબા સમય સુધી અનુભવાય તો સતેજ થઇને કેટલાક રિપોર્ટ કરાવવા જરૂરી બની જાય છે.
જોન્સ હોપકિન્સ મેડિસિને કેટલાક એવા સામાન્ય લક્ષણો વિશે જણાવ્યું છે કે, જે કેન્સરના શરૂઆતના લક્ષણો હોઇ શકે છે. જરૂરી નથી કે આ તમામ લક્ષણો કેન્સરના જ સંકેત હોય પરંતુ જો આવા લક્ષણો દેખાયા તો સાવધાનીના ભાગરૂપે ડોક્ટરની સલાહ લેવી હિતાવહ છે.
કેન્સર પીડિત લોકોમાં અચાનક વજન ઘટવા લાગે છે. આવું કૈશક્યા નામના વજન ઘટાડતા સિન્ડ્રોમના કારણે થાય છે.કોઇ કારણ વિના જ અચાનક જ વારંવાર તાવ આવી જવો. મોટાભાગે રાત્રે જ તાવ આવી જવો,. કેન્સરનું પ્રારંભિક લક્ષણ હોઇ શકે છે. જો કે ઘણીવાર થકાવટ અને શરીરમાં વિટામિન મિનરલ્સની કમીના કારણે પણ આવું થઇ શકે છે.
જોન્સ હોપકિન્સ મેડિસિના રિપોર્ટ મુજબ થોડા કામથી પણ વધુ થાક લાગવો અને આરામ કર્યા બાદ પણ થકાવટ દૂર ન થાય તો આ પણ કેન્સરના પ્રારંભિક લક્ષણો હોઇ શકે છે.શરીરમાં લાલ દાણા જેવી ફોલ્લીઓ નીકળી. મોમાં વારંવાર ચાંદા પડવા અને ઉપચાર છતાં તે સમસ્યા દૂર ન થતી હોય તો કેન્સરની તપાસ કરાવવી લેવી હિતાવહ છે.
આ પણ વાંચો
Weather Update: દેશના આ 10 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, ગાજવીજ સાથે મૂશળધાર વરસાદની આગાહી
Congress: કોગ્રેસે ચાર રાજ્યો માટે બનાવી સ્ક્રીનિંગ કમિટી, જીગ્નેશ મેવાણીને સોંપી આ મોટી જવાબદારી
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )