Health Tips: બાળકોને હેલ્ધી રાખવા ઇચ્છો છો તો કિડ્સના ડાયટમાં આ ફૂડ અચૂક કરો સામેલ
ડેરી પ્રોડકટને બાળકને ડાયટમાં જરૂર સામેલ કરો,. દૂધ, દહીં. પનીર, કેલ્શિયમ, મિનરલ વિટામિનનો સારો સ્ત્રોત છે
Health Tips: બાળકોને સ્વસ્થ આહાર ખવડાવવો ખૂબ જ પડકારજનક છે. બાળકોનો આહાર માત્ર હેલ્ધી જ નહીં પણ ટેસ્ટી પણ હોય તેનું ધ્યાન રાખવું પડશે. જો તેઓને કોઈ વાનગી ન ગમતી હોય તો તેને જોવાનું પણ ગમતું નથી. આ સ્થિતિમાં, માતાપિતાએ તેમના બાળકોના આહારને આરોગ્યપ્રદ અને સ્વાદિષ્ટ બનાવવા માટે સારા સંયોજનો શોધવા પડશે. જે ઘણી સમસ્યાઓનું કારણ બને છે. ઘણી વખત એવું બને છે કે માતા-પિતાને તેમના બાળકોને હેલ્ધી ડાયટ આપવા વિશે કોઈ જાણકારી હોતી નથી અને તેઓ તેમને કંઈપણ ખવડાવવા લાગે છે, જેનાથી બાળકોનું સ્વાસ્થ્ય બગડી શકે છે. બાળકોના આહારમાં ફાઈબરથી ભરપૂર ખોરાકનો સમાવેશ કરવો જોઈએ. તો આપ પણ ઇચ્છતા હો કે આપના બાળકનો સંર્વાગી વિકાસ થાય અને તે ઉમ્રભર હેલ્ધી રહે, બીમારીથી દૂર રહે માટે આ ફૂડને ડાયટમાં અચૂક સામેલ કરો , જાણીએ કેવી રીતે કિડ્સના ડાયટ પ્લાન બનાવવો
બાળકના યોગ્ય સમયે પુરતા વિકાસ માટે પોષણયુક્ત આહાર ખૂબ જ જરૂરી છે. સંતુલિત આહારથી બાળક સ્વસ્થ રહે છે. બાળકના ઉંમર મુજબ તેનો ડાયટ ચાર્ટ સેટ કરવો જોઇએ
બાળકના ડાયટમાં તાજા સિઝનલ ફળોને અવશ્ય સામેલ કરો. બાળકને ફળનું તાજું જ્યુસ આપો, ફ્રોઝન જ્યુસ અને પેકેટ જ્યુસને અવોઇડ કરો.જ્યુસમાં ક્યારેય નમક કે ખાંડ મિક્સ ન કરો.
ડેરી પ્રોડકટને બાળકને ડાયટમાં જરૂર સામેલ કરો,. દૂધ, દહીં. પનીર, કેલ્શિયમ, મિનરલ વિટામિનનો સારો સ્ત્રોત છે. જો આપનું બાળક લેક્ટોજ ઇન્ટાલરન્ટ હોય અને ડેરી ઉત્પાદન પચાવવામાં પરેશાન થતી હોય તો તેને સોયા પ્રોડક્ટ આપી શકો છો.
બાળકની થાળીમાં લીલા શાકને અવશ્ય સામેલ કરો. બાળકને સિઝનલ બધી જ સબ્જી આપવી જોઇએ.કોશિશ કરો કે, બાળકને સ્ટાર્ચ યુક્ત, સબ્જી ખવડાવો, ફ્રોઝન પેકેટના વેજિટેબલને અવોઇડ કરો.
બાળકના ડાયટમાં રિફાઇન્ડ અનાજના બદલે સાબુત અનાજને સામેલ કરો. આપ ઓટસ, કિનોઆ, ચોખા સામેલ કરી શકો છો. ઘઊં અથવા મલ્ટીગ્રેઇન રોટલીને ડાયટમાં સામેલ કરો.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )