Immunity Booster: કોરોના કાળમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવી છે ? ડાયટમાં સામેલ કરો આ વસ્તુઓ
Immunity Booster Foods: બદલાતા હવામાનની સાથે ઈમ્યુનિટી મજબૂત કરવી જરૂરી છે. આ દરમિયાન શરદી, ખાંસી અને તાવ આવવાની સંભાવના વધારે હોય છે. એક મજબૂત ઈમ્યુનિટી તમને અનેક બીમારીથી બચાવી શકે છે. રોગ પ્રતિકારક શક્તિ વધારવા તમે ડાયટમાંકેટલીક ચીજો સામેલ કરી શકો છો.
Immunity Booster Foods: દેશમાં કોરોના વાયરસની (Coronavirus) બીજી લહેર ફરી વળી છે. આજે 70 હજારથી વધુ કેસ નોંધાયા છે, જ્યારે છેલ્લા ચાર પાંચ દિવસથી 50-60 હજારની વચ્ચે કેસ નોંધાતા હતા. બદલાતા હવામાનની સાથે ઈમ્યુનિટી(Immunity) મજબૂત કરવી જરૂરી છે. આ દરમિયાન શરદી, ખાંસી અને તાવ આવવાની સંભાવના વધારે હોય છે. એક મજબૂત ઈમ્યુનિટી તમને અનેક બીમારીથી બચાવી શકે છે. રોગ પ્રતિકારક શક્તિ વધારવા તમે ડાયટમાં (Immunity Booster Food) કેટલીક ચીજો સામેલ કરી શકો છો.
મધઃ મધનો ઉપયોગ હજાર વર્ષોથી આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિમાં થઈ રહ્યો છે. તેમાં અનેક પ્રકારના પોષક તત્વો હોય છે. જે એન્ટી બેક્ટેરિલ ગુણોની સાથે વિટામિન સી, કેલ્શિયમ, આયરન પૂરું પાડીને રોગ પ્રતિકારક શક્તિ વધારમાં મદદ કરે છે. મધ અને હળદરને ભેગા કરીને ચાટવાથી ખાંસી અને શરદીમાં આરામ મળે છે.
પત્તાવાળા લીલા શાકભાજીઃ ઈમ્યુનિટી મજબૂત કરવા પત્તાવાળા લીલા શાકભજી ઘણા ફાયદાકારક સાબિત થાય છે. જેમકે પાલકમાં વિટામિન અને આયરન હોય છે. લીલા પાનવાળી શાકભાજીના સેવનથી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત થાય છે.
હળદરઃ હળદરના સેવનથી શરીરને અનેક લાભ થાય છે. તેનાથી શરદી અને ખાંસીના કારણે થતી બેચેનીમાં રાહત મળે છે. હળદરમાં કરક્યૂમિન નામનું તત્વ હોય છે. જે ઈમ્યુનિટીને મજબૂત બનાવવામાં મદદ કરે છે. રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ હળદરવાળુ દૂધ પીવાથી ઉંઘ સારી આવે છે અને તેનાથી રોગ પ્રતિકારક ક્ષમતા પણ મજબૂત થાય છે.
સફરજન, કેળા અને અનાનસઃ કેળા ખાવાથી પાચન ક્રિયા મજબૂત થાય છે. આ ઉપરાંત તેમાં પોટેશિયમ જેવા ઈલેક્ટ્રોલાઇટ્સ હોય છે, જેનથી ઈમ્યુનિટી વધે છે. આ ઉપરાંત સફરજન અને અનાનસમાં રહેલા વિવિધ વિટામિન પણ રોગ પ્રતિકારક શક્તિ વધારે છે.
Immunity Booster: કોરોનાથી બચવા રોગ પ્રતિકારક શક્તિ બનાવો મજબૂત, અજમાવો આ ઉપાય
Immunity Booster Juice: દેશમાં ફરી વળી છે કોરોનાની બીજી લહેર, ઈમ્યુનિટી વધારવા પીવો આ 5 હર્બલ જ્યૂસ
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )