શોધખોળ કરો

Health : દિવસમાં એક વખત ખડખળાટ હસવું છે જરૂરી,જીવનભર રહો છે આ બીમારીથી મુક્ત

જો સ્વસ્થ રહેવું હોય તો હસતા શીખો. એક સ્મિત શરીરમાંથી અનેક રોગોને દૂર કરી શકે છે. દરેક વ્યક્તિ હસતા લોકોને પસંદ કરે છે. આવા લોકો ન માત્ર તેમની સમસ્યાઓ દૂર કરે છે પરંતુ અન્ય લોકોને પણ ખુશ કરે છે.

laugh For Health: જો  સ્વસ્થ રહેવું હોય તો હસતા શીખો. એક સ્મિત શરીરમાંથી અનેક રોગોને દૂર કરી શકે છે. દરેક વ્યક્તિ  હસતા   લોકોને પસંદ  કરે છે.  આવા લોકો ન માત્ર તેમની સમસ્યાઓ દૂર કરે છે પરંતુ અન્ય લોકોને પણ ખુશ કરે છે. યોગ અને પ્રાકૃતિક ચિકિત્સા નિષ્ણાતો માને છે કે, હાસ્ય શરીર માટે ઔષધનું કામ કરે છે.  યોગમાં પણ લાફિંગ સેશન હોય છે. જેમાં પણ મોટેથી હસવાવમાં આવે છે. આપે ઘણીવાર લોકોને યોગ સેન્ટર કે પાર્કમાં સવારે મોટે મોટેથી હસતા હસતા જોયા હશે. ચાલો જાણીએ કે હસવું આપણા સ્વાસ્થ્ય માટે કેમ આટલું ફાયદાકારક છે.

 હસવું શા માટે જરૂરી છે અને તેના શું ફાયદા છે

1- જે લોકો ખુલ્લા મનથી ખ઼ડખડાટ  હસે છે તેઓનું બ્લડ સર્ક્યુલેશન સારું રહે છે. વાસ્તવમાં, જ્યારે આપણે હસીએ છીએ, ત્યારે વધુને વધુ ઓક્સિજન આખા શરીરમાં પહોંચે છે. હાસ્ય હૃદયના પમ્પિંગ રેટને સારું રાખે છે.

2- હાસ્ય રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. જે લોકોમાં રોગપ્રતિકારક શક્તિ સારી હોય છે તેઓ રોગો સામે લડવામાં સક્ષમ હોય છે. જો તમે દિવસની શરૂઆત હસવાથી કરો છો, તો તમારો આખો દિવસ સારો અને સકારાત્મકતાથી ભરેલો રહેશે.

3- હસવાથી શરીરમાં મેલાટોનિન નામનો હોર્મોન વધુ બને છે, જે તમને રાત્રે સારી ઊંઘ લાવવામાં મદદ કરે છે. જે લોકોને ઊંઘની સમસ્યા હોય તેમણે હસવાની ટેવ પાડવી જોઈએ.

4- તમારા ચહેરાનું હાસ્ય તમારા હૃદયને પણ ખુશ કરે છે. હસવાથી હૃદય સારી રીતે કામ કરે છે. તેનાથી હાર્ટ એટેક કે અન્ય હાર્ટ સંબંધિત બીમારીઓનું જોખમ ઓછું થાય છે.

5- હસવાથી તમે લાંબા સમય સુધી યુવાન અને સુંદર રહી શકો છો. જ્યારે તમે ખડખડાટ  હસો છો, ત્યારે ચહેરાના સ્નાયુઓ સારી રીતે કામ કરે છે. આ રક્ત પરિભ્રમણને સુધારે છે, જેનાથી તમે યંગ અને બ્યુટીફુલ દેખાવ છો.

6- તમારું હાસ્ય દિવસભરનો થાક અને ચિંતા દૂર કરી શકે છે. જે લોકો તણાવમાં રહે છે તેમણે બિનજરૂરી હસવાની આદત પાડવી જોઈએ. તણાવ દૂર કરવા માટે કોઈ દવા એ કામ કરી શકતી નથી જે તમને હસાવી શકે.

7- જ્યારે આપણે હસીએ છીએ ત્યારે ફેફસામાં ઓક્સિજન ઝડપથી પ્રવેશે છે અને બહાર નીકળી જાય છે. તે આપણને ઊંડા શ્વાસ લેવામાં મદદ કરે છે. શરીરમાં ઓક્સિજનનો પુરવઠો સુધારવા માટે હાસ્ય જરૂરી છે.

8- તમારા હાસ્યને કારણે ઘર, ઓફિસ કે તમારી સાથે રહેતા લોકોનો મૂડ અને આસપાસનમો માહોલ પણ સારો રહે છે. હાસ્યથી લોકોને સકારાત્મક ઉર્જા આપો છો.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
હાઈ યુરિક એસિડ પર કાબૂ મેળવવા કરો આ ડ્રાય ફ્રૂટ્સનું સેવન, થશે ફાયદા 
હાઈ યુરિક એસિડ પર કાબૂ મેળવવા કરો આ ડ્રાય ફ્રૂટ્સનું સેવન, થશે ફાયદા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad NRI Murder Case : અમદાવાદમાં NRI દીપક પટેલનો હત્યારો ઝડપાયો, કોણ છે આરોપી?Coldplay concert in Ahmedabad : કોલ્ડપ્લે કોન્સર્ટ માટે જબરો ક્રેઝ, ટિકિટ માટે 6 લાખ વેઇટિંગGujarat Weather Updates: રાજ્યમાં વધ્યું ઠંડીનું પ્રભુત્વ, ચાર શહેરોમાં 18 ડિગ્રીથી નીચું તાપમાનAhmedabad Murder Case : માંડલમાં વૃદ્ધાની હત્યા અને લૂંટ કેસમાં મોટો ખુલાસો, કોણ નીકળ્યો હત્યારો?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
હાઈ યુરિક એસિડ પર કાબૂ મેળવવા કરો આ ડ્રાય ફ્રૂટ્સનું સેવન, થશે ફાયદા 
હાઈ યુરિક એસિડ પર કાબૂ મેળવવા કરો આ ડ્રાય ફ્રૂટ્સનું સેવન, થશે ફાયદા 
દુનિયાભરમાં  જેનો  ક્રેઝ છે એ કોલ્ડપ્લે અમદાવાદમાં યોજાશે, ટિકિટ માટે પડાપડી, જાણો શું છે coldplay
દુનિયાભરમાં જેનો ક્રેઝ છે એ કોલ્ડપ્લે અમદાવાદમાં યોજાશે, ટિકિટ માટે પડાપડી, જાણો શું છે coldplay
Ahmedabad:ઇસ્કોન પ્લેટિનમમાં ભીષણ આગ, સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ, 22 લોકો સારવાર હેઠળ
Ahmedabad:ઇસ્કોન પ્લેટિનમમાં ભીષણ આગ, સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ, 22 લોકો સારવાર હેઠળ
Fire:ઝાંસીમાં ભયંકર દુર્ઘટના, મેડિકલ કોલેજના શિશુ વોર્ડમાં ભીષણ આગ લાગતા, 10 બાળકો જીવતા સળગ્યાં, કરૂણ મૃત્યુ
Fire:ઝાંસીમાં ભયંકર દુર્ઘટના, મેડિકલ કોલેજના શિશુ વોર્ડમાં ભીષણ આગ લાગતા, 10 બાળકો જીવતા સળગ્યાં, કરૂણ મૃત્યુ
કુંભ મેળામાં શું શું થાય છે, ગંગા કિનારે કેમ ભેગા થાય છે લાખો લોકો? એક વિગતવાર અહેવાલ
કુંભ મેળામાં શું શું થાય છે, ગંગા કિનારે કેમ ભેગા થાય છે લાખો લોકો? એક વિગતવાર અહેવાલ
Embed widget