Side Effects: કલાકો સુધી એક જ જગ્યા પર બેસી કામ કરનારાઓનું ટેન્શન વધારશે આ રિસર્ચ, મોતનો ખતરો વધુ
Long Sitting Side Effects: જો તમે પણ લાંબા સમય સુધી ખુરશી પર બેસીને કામ કરો છો તો સાવધાન થઇ જાવ
Long Sitting Side Effects: જો તમે પણ લાંબા સમય સુધી ખુરશી પર બેસીને કામ કરો છો તો સાવધાન થઇ જાવ. એક રિસર્ચમાં ખુલાસો થયો છે કે જે લોકો લાંબા સમય સુધી બેસી રહે છે તેમને અન્ય લોકોની સરખામણીમાં મૃત્યુનું જોખમ 16 ટકા વધુ હોય છે. આ સંશોધન તાઈવાનમાં કરવામાં આવ્યું છે અને તેને જર્નલ JAMA Network Openમાં પ્રકાશિત કરાયું છે. જે લોકો લાંબા સમય સુધી બેસી રહે છે તેના પર 13 વર્ષના સંશોધન બાદ તેને બહાર પાડવામાં આવ્યું છે. ચાલો જાણીએ શું કહે છે સંશોધન.
હાર્ટ એટેકનું જોખમ
જેઓ સતત અને લાંબા સમય સુધી બેસીને કામ કરે છે અને ઓછું ચાલે છે તેમણે સાવધાન થવું પડશે. કારણ કે 4,81,688 લોકો પર કરવામાં આવેલા સંશોધન બાદ જાણવા મળ્યું છે કે આવા લોકોમાં કાર્ડિયો વેસ્ક્યુલર ડિસીઝ એટલે કે હૃદય રોગના કારણે મૃત્યુનું જોખમ અન્ય લોકોની સરખામણીએ 34 ટકા વધુ હોય છે. બીજી બીમારીઓની મોતનો ખતરો 16 ટકા વધુ હોવાનું પણ જાણવા મળ્યું છે.
આ રોગો પણ થઈ શકે છે
સંશોધનમાં જણાવ્યા અનુસાર, ચાલવાથી વૃદ્ધાવસ્થા સુધી શરીર એક્ટિવ રહે છે. લાંબા આયુષ્યનું એક કારણ એ પણ છે કે આવા લોકો ઘણું ચાલતા હોય છે. સતત બેસી રહેવાથી હાઈ બ્લડ શુગર, હાઈ બ્લડ પ્રેશર, સ્થૂળતા અને કમરની આસપાસ ચરબી જમા થવાનું જોખમ વધી જાય છે. આનાથી કોલેસ્ટ્રોલની સમસ્યા થઈ શકે છે અને આ બધા એકસાથે હૃદયની બીમારીઓ અને કેન્સરનું જોખમ પણ વધારી શકે છે.
મહિલાઓએ વધુ સાવચેત રહેવું જોઈએ
આ સંશોધનમાં જાણવા મળ્યું છે કે જે લોકો સતત 8 કલાકથી વધુ સમય સુધી બેસીને કામ કરે છે તેમના સ્વાસ્થ્ય પર સ્મોકિંગ જેટલો ખતરો રહે છે. જો તમે આખો દિવસ બેસીને જીમમાં જઈને પરસેવો પાડો તો ડેમેજ કંટ્રોલ કરી શકાતું નથી. એક રિપોર્ટ અનુસાર મહિલાઓમાં સ્થૂળતા, કોલેસ્ટ્રોલ, હાઈ બ્લડ પ્રેશર જેવી ખતરનાક બીમારીઓ વધુ ઝડપથી ફેલાઈ શકે છે. તેથી, તેઓએ તેમની ફિટનેસ પર ધ્યાન આપવું જોઈએ અને વધુ સમય સુધી બેસવાનું ટાળવું જોઈએ.
Disclaimer: આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ અને સૂચનો લાગુ કરતાં પહેલાં કૃપા કરીને ડૉક્ટર અથવા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )