Diwali Recipe: દિવાળીમાં ઘર પર સ્વીટ આ સ્વીટ બનાવો, જાણો બનાના કોફતાની રેસિપી
Diwali Recipe:જો તમે મહેમાનોને લંચ કે ડિનર માટે આમંત્રિત કરી રહ્યા છો, તો તમે કેળાના કોફતા બનાવીને ખવડાવી શકો છો. જાણીએ બનાવવાની સરળ રીત

Diwali Recipe: જો આપ આ દિવાળીમાં ઘરે આવનાર મહેમાનોની પ્રશંસા મેળવવા માટે કંઈક અલગ અને સ્વાદિષ્ટ બનાવવા માંગો છો, તો તમે કેળામાંથી બનેલી આ સ્વાદિષ્ટ વાનગીઓ ટ્રાય કરી શકો છો.જાણીએ બનાના કોફતાની રેસિપી
દિવાળીનું પર્વ રોશનીની સાથે વિવિધ વાનગીઓ વિના તે અધૂરૂ છે. દિવાળી પર એકબીજાને મીઠાઈ ખવડાવવાનો રિવાજ છે, પરંતુ ઘરે આવતા મહેમાનોને માત્ર મીઠાઈ જ નહીં પરંતુ અન્ય વાનગીઓ પણ પીરસવામાં આવે છે. જો તમે મહેમાનોના સ્વાગતમાં કંઈક અલગ અને ટેસ્ટી ટ્રાય કરવા માંગતા હોવ તો આ વખતે તમે દિવાળી પર કેળામાંથી બનેલી સ્વાદિષ્ટ વાનગીઓ ટ્રાય કરી શકો છો. આમાંની એક વાનગી છે બનાના કોફતા. ચાલો જાણીએ કેવી રીતે બનાવી શકાય છે બનાના કોફતા
કેળા કોફતા માટેની તૈયાર કરો આ સામગ્રી
- કાચા કેળા
- ટામેટાં
- લીલા મરચા
- હળદર પાવડર
- ધાણા પાવડર
- મરચું પાવડર
- આદુ
- લીલા મરચા
- મેથીના દાણા
- તમાલપત્ર
- ચણાનો લોટ
- તેલ
- લીલા ધાણા
- મીઠું
- ગરમ મસાલા
જો તમે મહેમાનોને લંચ કે ડિનર માટે આમંત્રિત કરી રહ્યા છો, તો તમે કેળાના કોફતા બનાવીને ખવડાવી શકો છો. આ માટે પહેલા કાચા કેળાને બાફીને મેશ કરી લો. હવે તેમાં ચણાનો લોટ, લાલ મરચું, મીઠું, લીલા મરચાં, આદુની પેસ્ટ, ગરમ મસાલો અને બારીક સમારેલી લીલા ધાણા નાખીને બધું મિક્સ કરો.હવે આ મિશ્રણના નાના-નાના ભાગમાં વહેચી દો અને તેને ગોળ આકાર આપો અને તેને કડાઈમાં મૂકીને તળી લો. જ્યારે તે ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યારે તેને બહાર કાઢીને પ્લેટમાં રાખો.ગ્રેવી તૈયાર કરવા માટે ટામેટાં, આદુ અને લીલા મરચાંની પેસ્ટ બનાવો.
હવે ગેસ પર કડાઈ મૂકો અને તેલ ઉમેરીને ગરમ કરો. જીરું અને તમાલપત્ર ઉમેરો અને તેને ફ્રાય કરો. આ પછી ટામેટાની ગ્રેવી ઉમેરી હલાવો. હવે તેમાં લાલ મરચું પાવડર ઉમેરો. આ મસાલાને હલાવતા સમયે પકાવો.હવે તેમાં મીઠું, ગરમ મસાલા પાવડર અને કસૂરી મેથી ઉમેરો.ગ્રેવી ઉકળે એટલે તેમાં કોફતા ઉમેરો.છેલ્લે કોથમીર નાખો અને કેળાના કોફતા તૈયાર છે.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )





















