Mango Ice cream recipe: ઘરે પણ બનાવી શકો છો મેંગો આઈસ્ક્રીમ...નોંધી લો આ આસન અને ટેસ્ટી રેસિપી
તમે બજારમાંથી કેરીનો આઈસક્રીમ તો ઘણો ખાધો હશે, પરંતુ આ ઉનાળામાં ઘરે જ રસદાર કેરીમાંથી મેંગો આઈસ્ક્રીમ બનાવો.
Mango Ice cream recipe: લોકોને ઉનાળાની ઋતુ વધુ પસંદ નથી હોતી, તેમ છતાં લોકો આ ઋતુની રાહ જોતાં હોય છે કારણ કે આ સિઝનમાં તેમનું મનપસંદ ફળ આવે છે અને લોકો તેની ખૂબ જ મોજથી મજા માણે છે. કેરીમાંથી લોકો વિવિધ વાનગીઓ બનાવે છે. ઘણા લોકો તો કેરીમાંથી આચાર, રસ, જ્યૂસ અને સાથે સાથે આઈસ્ક્રીમ પણ બનાવે છે. જે દરેકને પસંદ આવે છે. જો તમે પણ કેરીનો આઈસ્ક્રીમ બનાવવાનું વિચારી રહ્યા છો અને તેની રેસિપી નથી જાણતા અથવા તો તમારો આઇસ્ક્રીમ બજારમાં મળતા આઇસ્ક્રીમ જેવો ટેસ્ટી નથી લાગતો તો ચિંતા કરશો નહીં કારણ કે અમે એક ખૂબ જ સરળ રીત જણાવી રહ્યા છીએ. આ રીતથી કેરીનો આઇસ્ક્રીમ ફટાફટ તો બનશે જ પરંતુ તેને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગશે. તો રાહ શેની જુઓ છો ચાલો જાણીએ મેંગો આઈસ્ક્રીમ બનાવવાની ટેસ્ટી રેસિપી.
મેંગો આઈસ્ક્રીમ બનાવવા માટેની સામગ્રી
- દૂધ - 2 કપ
- ક્રીમ - 3 કપ
- પાકી કેરીની પ્યુરી - 2 કપ
- કસ્ટર્ડ પાવડર - 2 ચમચી
- વેનીલા એસેન્સ - 1 ચમચી
- ખાંડ - 2 કપ
મેંગો આઈસ્ક્રીમ બનાવવા માટેની રીત
મેંગો આઈસ્ક્રીમ બનાવવા માટે, પહેલા કસ્ટર્ડને એક ક્વાર્ટર કપ દૂધમાં ઓગાળી લો. બાકીનું દૂધ અને ખાંડ એકસાથે ગરમ કરો, ખાંડને દૂધમાં પૂરી રીતે ઓગળીને ઉકળવા દો. જ્યારે તે ઉકળવા લાગે, ત્યારે તેમાં કસ્ટર્ડનું મિશ્રણ ઉમેરો અને તેને ફરીથી ઉકાળો. ધીમી આંચ પર બે થી ત્રણ મિનિટ પકાવો અને ગેસ બંધ કરી દો.હવે તેને ઠંડુ થવા દો. તેમાં કેરીની પ્યુરી, કેરીના ટુકડા, ક્રીમ અને વેનીલા એસેન્સ ઉમેરો. તેમને સારી રીતે મિક્સ કરો અને ચુસ્ત ઢાંકણવાળા કન્ટેનરમાં મૂકો. તેને સંપૂર્ણ રીતે સેટ થવા માટે થોડીવાર માટે ફ્રીઝરમાં રાખો. હવે તેને બહાર કાઢીને હેન્ડ બ્લેન્ડરની મદદથી બીટ કરો અને ફરી ફ્રીજમાં મૂકો ધ્યાન રાખો કે કન્ટેનરનું ઢાંકણું બરાબર બંધ હોવું જોઈએ, તેમાં બરફનું પડ ન હોવું જોઈએ. હવે તેને ફરી એકવાર બીટ કરો અને સેટ થવા માટે ફ્રીઝરમાં રાખો. થોડી વાર પછી કન્ટેનરને ફ્રીઝરમાંથી બહાર કાઢો. તમારો આઈસ્ક્રીમ તૈયાર છે, તમે તેને ડ્રાય ફ્રૂટ્સ સાથે સર્વ કરી શકો છો.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )